Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રણ વિસ્તારમાં અગરિયા માટે પીવાનું પાણી મૃગજળ સમાન

પાણીની શોધમાં ભટકતી અગરિયા પરિવારની મહિલાઓ તથા ઘુડખર. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, સુરેન્દ્રનગર)

વઢવાણ તા.૩૦: સુરેન્દ્રનગર જિલ્લાનો રણવિસ્તાર જયા ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે જિલ્લાનું સૌથી વધુ ગરમ શહેર રણ વિસ્તાર છે જયા આ રણમાં અંદાજે ૩ હજાર જેટલા અગરીયાઓના પરિવાર કાળી મજૂરી કરી રણમાં સફેદ મીઠુ પકાવાનું કામ આવી કાળઝાળ ગરમીમાં પણ કરી રહ્યા છે.

રણમાં ઝુપડુ બાંધીને વર્ષોથી રણમાં અગરીયાઓના પરિવારજનો પરંપરાગત રીતે મીઠુ પકવતા. આ ગરીબ અને પછાત અગરીયાઓના પરિવારજનોને પાણી માટે મોટામાં મોટી મુશીબત સર્જાઇ છે. આ પરિવારોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો દ્વારા પીવાના પાણી પહોચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ આ અગરીયાઓના ઝુંપડામાં ૨૦-૨૦ દિવસે એક વાર પાણીનું ટેન્કર આવતું હોવાથી અગરીયાઓને રણમાં પીવાના પાણીના એક એક બુંદ માટે વલખા મારવા પડે છે.

બીજી બાજુ રણ સિવાય વિશ્વમાં કયાય પણ ન જોવા મળતા દુર્લભ ઘુડખર માટે સન ૧૯૭૩ માં ૪૯૭૪ ચો.કીમી. વિસ્તારને ઘુડખર અભ્યારણ વિસ્તાર તરીકે ઘોષીત કરવામાં આવ્યો છે.

અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરોની સંખ્યા છેલ્લા સમયમાં કરાયેલ ગણતરી મુજબ ૪૪૫૧ સુધી આ ઘુડખરની વસ્તી પહોચી ગઇ છે. પરંતુ આ રણમાં ખુશ્બુ ગુજરાત કી પ્રવાસન નિગમ દ્વારા પ્રચાર પ્રસાર સાથે આ ખુશ્બુ સ્વાદમાં રસોઇ સાથે સુગંધ ભેળવનારા અગરીયા અને પ્રવાસના સમયમાં ગુજરાત કી ખુશ્બુ સમાન ઘુડખરની હાલત ઝાંઝવાના નીરએ મૃગજળ સમાન બનતા મુશીબતમાં મુકાયા છે.

(12:14 pm IST)