Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કચ્છના અંજારમાં ખાણ માલિકને અધધ રૂ. ૧૯.૭૦ કરોડનો દંડ

કાંકરીની લીઝ ચોરીમાં ગાંધીનગર સ્કવોડ દ્વારા કાર્યવાહી

ભુજ તા. ૩૦: લીઝ ન હોવા છતાં મંજુરી બહારના વિસ્તારમાં ગેરકાયદે ખનન કરનાર અંજારના લીઝ ધારકને ગાંધીનગર કચેરીએ ૧૯ કરોડ ૭૦ લાખનો ભારે દંડ ફટકાર્યો છે.

 અંજાર ના વીડી ગામે લીઝ ધારક કેશવજી રતીલાલ સોરઠીયાએ બ્લેકટ્રેપ -કાંકરી માટેના ખોદકામ દરમ્યાન લીઝ વિસતાર બહાર બે ભેડીયા માં ૧૧૪૬૬૩ અને ૪૨૬ ટન ખોદકામ મળી આવતા ગેરકાયદે ખોદકામ અને તે અંગેની રોયલ્ટી નહી ભરવા અંગે, ખનીજ કચેરીમાં દેખાડાયેલ ખોદકામ કરતા વધુ ખનિજ-કાંકરીનું વહન અને વેંચાણ કરવા બદલ બે અલગ અલગ ખાણ દીઠ દંડનીય કાર્યવાહી સાથે એક ખાણમાં ૧૧ કરોડ ૮૯ લાખ ૪૦ હજાર ૪૫૦ અને બીજી ખાણમાં ૭ કરોડ ૮૦ લાખ ૯૮ હજાર ૭૮૯ એમ બંનેના મળીને ૧૯ કરોડ ૭૦ લાખ નો દંડ ફટકાર્યો છે.

જોકે, આ દંડનીય કાર્યવાહી અંગે ભુજની જિલ્લા કચેરીએ મોૈન ધારણ કર્યુ છે.

(12:13 pm IST)