Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વાંકાનેરનાં ચંદ્રપુરમાં પાણીના ધાંધીયાઃ રસ્તા રોકોની ચિમકી

તાલુકા પંચાયત કચેરીએ મહિલા-પુરૂષો દરવાજા આડે બેસી ગયા

વાંકાનેર : તસ્વીરમાં ચંદ્રપુરના ગ્રામજનો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો.

વાંકાનેર તા. ૩૦ :.. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં ત્રણ મહિનાથી પાણીના ધાંધીયા સર્જાતા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોએ ૩ માસથી પાણીની તંગીથી કંટાળીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી સમસ્યાનો ઉકેલ તાકીદે નહિ આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનોને છેલ્લા ૩ માસથી પાણીની તંગી વેઠવી પડે છે અને કયારેક ૧૦ કે ૧પ દિવસે પાણી મળે છે. આકરા તાપમાં પાણી માટે હેરાન થવું છે. અવારનવર પંચાયતને મૌખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી તેમ ગ્રામજનોને જણાવ્યું હતું. આ સમસ્યાનો કોઇ ઉકેલ તાકીદે કરવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

વાંકાનેર પાસેના ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી આસપાસની સોસાયટીના રહીશોને છેલ્લા ૧૦-૧પ દિવસ થી પાણી નહિ મળતા આ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને આજે ત્રાસા વગાડતા મહિલા અને પુરૂષો બહોળી સંખ્યામાં અત્રેની તાલુકા પંચાયતે ઘસી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી ટી. ડી. ઓ. શ્રીને આવેદન પત્ર આપ્યુ હતું.

આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી સોસાયટીમાં છેલ્લા ૧૦ થી ૧પ દિવસ થયા પાણી આવતું નથી. જેનુ મુખ્ય કારણ છે આ સોસાયટીમાં આવતુ પાણીની પાઇપ લાઇન અમુક જગ્યા એથી તુટી ગઇ છે. અને પાણીનો બેફામ બગાડ થઇ વહી જાય છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી  છે. પણ ગ્રામ પંચાયત તરફથી કોઇ કાર્યવાહી નહી થતા  આ વિસ્તારના લોકોમાં જબ્બર રોષ ફેલાયો છે. અને પંદર દિવસથી પાણી માટે આમ તેમ વલખા મારીને થાકી આજે બહોળી સંખ્યામાં ભાઇઓ-બહેનો અને બાળકો ત્રાસા વગાડતા તાલુકા પંચાયત કચેરીએ ઘસી આવ્યા હતા અને મહીલાઓએ આક્રોશ સાથે રજુઆત કરી હતી. અને આવેદન પત્રમાં ગર્ભીત ચીમકી આપી આ પાણીનો પ્રશ્ન તાકીદે હલ નહી થાય તો રસ્તા રોકો જેવા આંદોલનના મંડાણ થશે.

આ સોસાયટીના રહીશો રીઝવાન બ્લોચ અને તોફીક અમરેલીયા દ્વારા ઇન્ચાર્જ ટી. ડી. ઓ. ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. આ વેળાએ પાણી વગરના નેતાઓ રાજીનામા આપી દયો તેવા હાકલા-પડકારા સંભળાતા હતાં.

બીજી બાજુ રોષે ભરાયેલા લોકો તાલુકા પંચાયતનાં પ્રવેશ દ્વાર આડે બેસી ગયા હતા અને થોડીવાર માટે તાલુકા પંચાયત માંથી ન હોઇ બહાર નીકળી શકે કે નો કોઇ અંદર જઇ શકે તેવી સ્થીતીનું નિર્માણ થયુ હતું.

પ્રજાને પંદર દિવસથી પાણી મળતુ નથી અને તેની રજૂઆત ચાલતી હતી. આ વેળાએ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓને પીવા માટેના ઠંડા પાણીના કેરબા ભરેલી રીક્ષા આવતા વીફરેલી અમુક મહીલાએ આ પાણીના કેરબા તાલુકા પંચાયતના પગથીયા પાસે જ ઢોળી નાખી રોષ વ્યકત કર્યા હતો અને સોસાયટીના અગ્રણીની સમજાવટ બાદ મહીલાઓ તાલુકા પંચાયત ગેઇટ પાસેથી દુર ખસી હતી. (પ-

(12:10 pm IST)
  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST

  • પેડદાદી, તમારા જેવું કામ કોઈ નથી કરતું : સુરતનાં મીના મહેતાને પાંચ લાખ રૂપિયા અને ટ્રોફી આપતા અક્ષયકુમાર કહ્યું... : તેઓ સ્લમની મહિલાઓ અને કિશોરીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું સેવાકાર્ય કરે છે, જે માટે અક્કીએ દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું. access_time 4:06 pm IST

  • બ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST