Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કાલે મોટી ભુજપુરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પૂર્ણોઇતિ સમારોહ

સિંચાઇ પાણી પુરવઠામંત્રી પરબતભાઇની ઉપસ્થિતીમાં જલપૂજન સહિત નાં કાર્યક્રમો

ભુજ, તા.૩૦: સુજલામ-સુફલામજળસંચય અભિયાન-૨૦૧૮ પૂર્ણતાએ મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે નર્મદા જળપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું સિંચાઇ-પાણી પુરવઠા(સ્વતંત્ર હવાલો) રાજયમંત્રી શ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિ આયોજન કરાયું છે.   

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે આજે સાંજે મળેલી બેઠકમાં ૩૧મી મેના રોજ મુંદરા તાલુકાના મોટી ભુજપુર ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોની કરાઇ રહેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાધુ-સંતોની હાજરી સાથે નર્મદાષ્ઠકમ સાથે ૧૧ નર્મદા જળ કળશ પૂજન, યજ્ઞ, સહયોગી દાતા, કોર્પોરેટ સન્માન, કાળીતળાવ મધ્યે તળાવના ખાણેત્રા માટે અઢી વર્ષનો પગાર આપનારા ભુજ તાલુકા પંચાયત અધ્યક્ષા કંકુબેન ચાવડાનું સન્માન-સંબોધન વગેરેની આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઇ હતી.

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮ના સમાપન દિવસે સમગ્ર ઉજવણીનો કાર્યક્રમનો લોકોના ઉત્સાહ અને ઉમંગ સાથે સરકાર અને તંત્રની કામગીરી સભર જાણકારી આપતું દસ્તાવેજી ચિત્ર, ગીતો, ફોટો પ્રદર્શન, લાભાર્ભી અને પ્રગતિશીલ ખેડૂતો મંતવ્યો સહિતની તૈયારીઓની બેઠકમાં છણાવટ કરાઇ હતી.

અધિક કલેકટર ડી.આર.પટેલ અને મુંદરા પ્રાંત અધિકારીનો હવાલો સંભાળના વિજયભાઈ રબારીએ  મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ સાથે તંત્રની તૈયારીઓને વિવિધ કાર્યક્રમો સાથે વિભાગવાર પરામર્શ કરી આખરી સ્વરૂપે સ્થળપર રીહર્સલ બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો હતો.

મોટી ભુજપુર ખાતે સોનલવાડીના કાર્યક્રમ સ્થળે ગામે-ગામથી આવનારા લોકો માટે બેઠક-પાણી-છાશની વ્યવસ્થા સહિતનું બેઠકમાં આયોજન કરાયું હતું.            આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણીયા, ભુજ પ્રાંત રવિન્દ્રસિંહ જાડેજા, કચ્છ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેર એમ.વી.કોટવાલ, સિંચાઇના કાર્યપાલક ઇજનેર અને જળસંચય કામગીરીના નોડલ અધિકારી આર.જી.સોનકેસરીયા, ડીવાયએસપી જે.કે.જેસ્વાલ, માર્ગ-મકાન વિભાગના શ્રી શાહ, ખેતીવાડી વિભાગના શ્રી શિહોરા, મુંદરા મામલતદાર એ.જે.ત્રિવેદી સહિત શિક્ષણ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:09 pm IST)