Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દ્વારકાની તોરણ હોટલ ખાતે જર્મન ટેકનોલોજીથી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે

દ્વારકા ખાતે ગુજરાત પ્રવાસન નિગમન લી.ની તોરણ હોટલ આવેલી છે. દ્વારકામાં દિવસે-દિવસે ખુબ જ પ્રમાણમાં પ્રવાસીઓ વધતા જાય છે માટે પાણીની અછત વર્તાય છે. જેથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા રેઇન વોટર હારવેસ્ટીંગ સીસ્ટમ મે.રૌદ્ર ટેકનોક્રેટસ દ્વારા જર્મન ટેકનોલોજીની સહાયતા લઇને વોટર સીસ્ટમ તોરણ દ્વારકા ખાતે વિકાસાવવામાં આવેલ છે. આની સંગ્રહની કેપેસીટી ૨,૫૦,૦૦૦ લીટરની છે. આ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજી છે જે વધુમાં વધુ જળ સંગ્રહ કરે છે તથા ભુકંપપ્રુફ તથા એન્ટી કોરોઝીવ અને લોકેજ પ્રુફ હોવાથી પાણીનો સંગ્રહ વ્યવસ્થિત થાય છે. તેમ ઇન.મેનેજરશ્રી તોરણ હોટલ દ્વારકા દ્વારા જણાવવામાં આવેલ છે.

(12:07 pm IST)