Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોરબી જેતપર ખાતે ડાકસેવકોની હડતાલ-વિરોધ યથાવત

સાતમાં પગારપંચ સહિતની માંગણી સાથે ગ્રામીણ ડાકસેવકો હડતાલ પર ઉતર્યા છે અને પ્રતિ દિન વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં ગઇકાલે જેતપર ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગ્રામીણ ડાકસેવકો દ્વારા ચાલી રહેલા હડતાલ અને આંદોલનમાં આજે જેતપર (મચ્છુ) ખાતેની એસઓ નીચે આવતા તમામ જીડીએસ કર્મચારીઓએ સાતમાં પગારપંચનો લાભ ના મળતા હડતાલ ચાલુ રાખી હતી અને અને એસઓ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો તેમજ ધરણા યોજી માંગણીઓ સંતોષવા માટેની માંગ કરવામાં આવી હતી. જયાં સુધી કેન્દ્ર સરકાર માગ પુરી નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ યુનિયનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું.

(12:06 pm IST)