Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

માળીયામિયાણાના મર્ડર-લુંટમાં ડફેર ગેંગના બે સાગ્રિતો આઠ દિ'ના રીમાન્ડ પર

મોરબી, તા.૩૦: માળિયા હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લૂંટી લેતી ડફેર ગેંગ દ્વારા ચલાવવામાં આવેલી લૂંટ અને લૂંટ વિથ મર્ડર કેસમાં માળિયા પોલીસે વધુ બે સાગરીતોને ઝડપી કોર્ટમાં રજુ કરતા આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે.

માળિયા હાઈવે લૂંટ અને લૂંટ વિથ મર્ડર કેસમાં એલસીબી ટીમે સઘન તપાસ ચલાવી ડફેર ગેંગના બે ઇસમોને દબોચી અને વધુ તપાસ માળિયા પોલીસની ટીમ ચલાવતી હોય જેમાં પોલીસવડા જયપાલસિહ રાઠોડની સુચનાથી માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાની ટીમ દ્વારા ચલાવેલી તપાસમાં ગેંગના અન્ય બે સાગરીતો આરોપી લાલાભાઈ કાવાભાઇ ડફેર (ઊ.વ.૨૧) રહે. ગાંગડ અને અકબર સુમારભાઈ ડફેર રહે. રેથલ તા. સાણંદ વાળા બંને આરોપીને તેના ગામમાંથી દબોચી લીધા હતા અને બંને આરોપીની વધુ પૂછપરછ ચલાવવા માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા કોર્ટે બંને આરોપીને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન લૂંટના મુદામાલ રીકવર કરવા ઉપરાંત અન્ય સાગરીતોને ઝડપી લેવા માળિયા પોલીસ વધુ પૂછપરછ ચલાવી રહી છે.

(12:02 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • ચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST

  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST