Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

બહુ ચર્ચિત વિષય પર બનેલુ હિન્દી ફિલ્મ 'ટર્નીંગ પોઇન્ટ' સેન્સરમાં

ભાવનગર તા.૩૦ : પૃથ્વી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ 'ટર્નીંગ પોઇન્ટ' સેન્સરમાં પહોચ્યુ છે. ફિલ્મ નિર્માતા દિનેશ રમણા કહે છે એક ગુજરાતી હોવાના નાતે ગુજરાતની જ પૃષ્ઠભુમિમાં ગુજરાતની જ બનેલ ઘટના પર હિન્દી ફિલ્મ બનાવીને ગૌરવ અનુભવુ છું. ફિલ્મ ના ડિરેકટર મુંબઇ સ્થિત સુધીર ટંડેલ જણાવે છે કે કોઇ ઘટના આધારીત ફિલ્મ બનાવવી ખુબ જ મુશ્કેલ છે. ફિલ્મના સ્ટોરી રાયટર અને એસો.ડીરેકટર કિરીટ પટેલ કહે છે વુમન ટ્રાફીકીંગ જેવા પડકાર જનક વિષય પર સ્ટોરી લખવી ખુબ જ ચેલેન્જીંગ જોબ હોય છે એટલે જ સ્ટોરી રાઇટીંગનું કામ દોઢ વર્ષ જેટલુ ચાલ્યું હતુ અને ત્યાર બાદ એક વર્ષ નિર્માણમાં લાગ્યુ. ફિલ્મના પોસ્ટ પ્રોડકશનનું સંપુર્ણ કામ 'આઇ ફોકસ સ્ટુડીયો' મુંબઇ માં થયુ છે. ફિલ્મનું મ્યુઝીક શિવરામે આપ્યુ છે. આ ફિલ્મમાં પલક મુછાળ, જાવેદ અલી, મોહમ્મદ ઈરફાન, ઓસામણ મીર, પામેલા જૈન જેવા દિગ્ગન સીંગર્સ છે. ફિલ્મની સ્ટોરી બહુ ચર્ચિત હોય દર્શકોમાં ખુબ જ ઉત્સાહ અને રોમાંચમાં જોવા મળી રહ્યો છે.

(12:02 pm IST)