Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોરબીઃ અરિહંત સોસાયટીનો રોડ ૪૫ દિવસમાં તુટી ગયો

મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા રોડ રસ્તામાં ગુણવત્ત્।ા જળવાતી નથી તેવી અનેક ફરિયાદો ઉઠતી હોય છે જેમાં વધુ એક આવી ફરિયાદ કરવામાં આવી છે જેમાં સોસાયટીના રહીશોએ રોડ બન્યાના ૪૫ દિવસમાં જ રોડની હાલત ખરાબ થઇ હોવાની રજૂઆત કરી છે. મોરબીના શનાળા રોડ પર આવેલી અરીહંત સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે તેમની સોસાયટીમાં અંદાજે ૪૫ દિવસ પૂર્વે આર સીસી રોડ બન્યો હતો જે કામમાં ખુબ જ બેદરકારી રાખી હોય અને હાલમાં રોડ બિસ્માર બની ગયો છે વળી ચોમાસામાં આ રોડ પર ચાલવું મુશ્કેલ બની જશે રોડનું કામ વ્રજ કન્સલટીંગ દ્વારા બનાવેલ છે તો આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. રોડ રસ્તાની ગુણવત્ત્।ા સામે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા છે અને તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે છતાં પણ કોન્ટ્રાકટરોની મનમાની સામે તંત્ર લાચાર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તસ્વીરમાં બિસ્માર રોડ નજરે પડે છે.

(11:59 am IST)