Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમરેલી -ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી : વાડિયામાં ભારે વરસાદ : ગ્રામજનોને હાઈસ્કૂલમાં ખસેડાયા

રાજકોટ : અમરેલી, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. તાઉ તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકી ચુક્યું છે  અતિ ગંભીર ચક્રવાત 'તાઉ તે' ગુજરાતના દરિયાકાંઠે દીવ અને ઉના વચ્ચે ત્રાટકી ચૂક્યું છે.

વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા બે કલાક સુધી ચાલશે અને રાજ્યમાં તેની અસર ચાર કલાક સુધી રહેશે. તેવામાં અમરેલીના વડિયામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરક્ષાના પગલાને લઈને ગ્રામજનોને સુરગવાળા હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:03 am IST)