Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોરબી જયદીપ કું. આયોજીત બે કેમ્પમાં 127 માંથી કુલ 5 દર્દી પોઝીટીવ નીકળ્યા

મોરબીની ખુબજ જાણીતી કું. દ્વારા હાલમાં માલિયા ( મી) તાલુકાના તમામ ગામોમા રેપિડ ટેસ્ટ કેમ્પ યોજ્યા બાદ આજે મોરબી-2 ના ભડિયાદ કાંટા પાસે ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું જ્યાં કુલ 75 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા તેમાંથી માત્ર 1 કેશ જ પોઝીટીવ નોંધાયો હતો.જ્યારે બીજો કેમ્પ મોટા ખીજડીયા ગામે આયોજીત કરવામા અવ્યો હતો જ્યાં 52 માંથી 4 પોઝીટીવ કેસ નીકળ્યા હતા. બન્ને કેમ્પમાં સ્થાનિક અગ્રણીઓ તેમજ જયદીપ કું. ના દિલુભા જાડેજા, જયૂભા જાડેજા ખાસ ઉપસ્થત રહ્યાં હતા પોઝીટીવ દર્દીઓને 14 દિવસની જરૂરી દવાઓ પણ આપી હતી. કું.દ્રારા આગામી રવિવારથી ફરી કેમ્પ યોજવાના આયોજનો ઘડાય રહ્યાનું દિલુભા જાડેજાએ જણાવ્યું હતું.

(10:14 pm IST)