Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સમરસ કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ દર્દી સાજા થયા

મોરબી નું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ૨૨ દિવસ થી ૧૦૦ બેડ સાથે નું સમરસ કોવિડ કેર સેન્ટર ચાલુ છે

મોરબી : કોરોના મહામારીની બીજી વેવ એ તો જાણે મોરબીમાં સાક્ષાત યમરાજ લોકો લેવા આવ્યા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મોરબીની નાના માં નાની અને ગરીબ સમાજની સાથે અને તેમની સેવા માં હર હંમેશ ખડે પડતું રહેતું મોરબી નું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ૨૨ દિવસ થી ૧૦૦ બેડ સાથે નું તમામ નાત-જાત-ધર્મ-પ્રાંત ના લોકો માટે સમરસ કોવિડ કેર સેન્ટર ચાલુ છે. જેમાં દર્દી નારાયણની સેવામાં ૨૪ કલાક ડોકટર સ્ટાફ, ઓક્સિજન બેડ, દવા, ઇન્જેક્શન, ત્રણ સમય જમવા નું દિવસ માં ચાર વાર વિટામિન સી યુક્ત જ્યુસ, ફ્રુટ આપવામાં આવે છે અને તેથી પણ વિશેષ દર્દીઓ ના માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેમને કોરોના થી ભયમુક્ત વાતાવરણ મળે એ માટે ના સતત પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે

જેમાં અત્યાર સુધી માં ૨૫૦ ઉપર તમામ જાતિ અને ધર્મના દર્દીઓ એ ઘર જેવા વાતાવરણ માં સેવા મેળવી છે અને તેમાંથી અત્યાર સુધી ૧૫૦ ઉપરના લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના સ્વજનો ને પાસે પરત ફર્યા છે.હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ આપણા હાથ માં નથી પણ આ પરિસ્થિતિમાં જે સેવા કરવા નો મોકો ઈશ્વરે આપ્યો છે અને તેમના આશીર્વાદ થકી ઘણા પરિવારો ની સેવા અમો કરી શક્યા

(8:38 pm IST)