Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોરબીમાં જન્મ-મરણ પ્રમાણપત્ર અને મેડીકલ કોલેજ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે રજૂઆત કરી

મોરબીમાં કોરોના મહામારીને પગલે જન્મ અને મરણ પ્રમાણપત્ર નોંધણી માટેની સમયમાં વધારો કરવામાં આવે તેમજ મોરબીમાં મેડીકલ કોલેજ બનાવવા મામલે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે સરકારના નિયમ અનુસાર જન્મ અને મરણ થયાના કિસ્સામાં એક માસ અંદર નોંધણી કરાવી સંબંધિત કચેરીએ પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે બાદમાં મોડી માહિતી આપવામાં આવે તો જન્મ અથવા મરણ ના ઠરાવેલા સતાધિકારીની લેખિત પરવાનગી તેમજ ફી ભરી નોટરી પબ્લિક અથવા રાજ્ય સરકારે અધિકૃત કરેલ અધિકારીનું સોગંધનામું રજુ કરવામાં આવે તેવો નિયમ છે હાલ કોરોનાને પગલે દર્દીને ૧૪ દિવસ હોમ આઈસોલેટ રહેવું પડે છે તેમજ મૃત્યુ થાય તો પરિવારમાં શોકની લાગણી હોય છે અને બહાર નીકળાતું ના હોય જેથી જન્મ અને મરણના ૩૦ દિવસમાં નોંધણીના નિયમને લંબાવી ૯૦ દિવસ કરવામાં આવે તેવી માંગ કર છે
તે ઉપરાંત મેડીકલ કોલેજ અંગે માંગ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં મેડીકલ કોલેજ બનાવવા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે માટે જમીન પણ ફાળવી દેવાઈ છે તો હાલની સ્થિતિને ધ્યાને લઈને મોરબી જીલ્લામાં તાત્કાલિક મેડીકલ કોલેજનું કામ શરુ કરવામાં આવે તેવી માંગ કરી છે

(8:36 pm IST)