Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જામનગર જીલ્લામાં કોરોનાથી ૧૦૯ના મૃત્યુથી હાહાકાર

જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો છેલ્લા બે દિવસથી ૭૦૦ને પાર : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૦૧ નવા કેસ નોંધાયા : લોકોને સંક્રમણ થતું અટકે તે માટે બેરીકેટ બનાવી જી.જી.હોસ્પિટલે આવતા રોકાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩૦ : જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસને દિવસે વધુ વકરી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી કોરોનાનુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી છેલ્લા ૨૪ કલાકમાં પણ કોરોનાની ભયજનક સ્થિતી જોવા મળી રહી છે. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે બિન સત્ત્।ાવાર ૧૦૯ને પણ વટાવી ગયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. જોકે સત્ત્।ાવાર રીતે છેલ્લાલા ૨૪ કલાકમાં ૧૫ દર્દીઓના મોત થયાનું જાણવા મળ્યું છે

કોરોના પોઝિટિવ દર્દીઓનો પણ ગઇકાલે ૭૦૦ના આંકને વટાવી ગયો છે. જામનગર શહેરના ૩૮૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ને પાર પહોંચ્યો છે. અને ૩૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના ૩૬૭ અને ગ્રામ્યના ૨૪૮ સહિત ૬૧૫ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોનાના મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૧૦ મિનિટે ૧ વ્યકિત કોરોનાની સારવારમાં ટપોટપ મૃત્યુ પામી રહયા છે.

જે પ્રકારે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે અને હોસ્પિટલ આસપાસ લોકો ફરી રહ્યા છે જેથી બિનજરૂરી લોકોને સંક્રમણ થતું અટકે તે માટે બેરીકેડ બનાવી રોકવામાં પણ આવી રહ્યા છે.

(4:02 pm IST)