Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

દ્વારકાના ગોમતીઘાટે ફુલ પધરાવવા દરરોજ સવા સો થી દોઢ સો લોકોનો પ્રવાહ

સ્મશાનમાં દરરોજ ૨૦ થી ૨૫ મૃતદેહને અગ્નિદાહ અપાય છે

દ્વારકાના ગોમતીઘાટે મૃત્યુ પામેલ સ્વજનોના ફુલ પધરાવવા માટે સામાન્ય રીતે રોજ ૫ થી ૧૦ લોકો આવતા હોય છે, પરંતુ કોરોના પ્રસર્યા પછી જગપ્રસિદ્ધ દ્વારકાના ગોમતીઘાટે અત્યારે દરરોજ સવા સો થી દોઢ સો લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના ફુલ પધરાવવા આવી રહ્યાનું જાણવા મળે છે.

દેવભૂમિ દ્વારકાના સ્મશાનમાં પણ સામાન્ય રીતે દરરોજ ૨ થી ૩ મૃતદેહ અગ્નિદાહ માટે આવતા હોય છે, પરંતુ હાલના કપરા કાળમાં દ્વારકામાં બીજુ સ્મશાન ઉભુ કરવુ પડ્યુ છે અને રોજના ૨૦ થી ૨૫ મૃતદેહ અગ્નિદાહ માટે આવતા હોવાનું જાણવા મળે છે.

(1:15 pm IST)