Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતુ કોરોના સંક્રમણ : ટંકારા તાલુકામાં પાંચ દિવસમાં ૬ મોત

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૩૦: ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતું કોરાના સંક્રમણ, ટંકારા તાલુકા માં પાંચ દિવસમાં ૬ મરણ વાસ્તવિક આંક વધુ છે.

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે. જયારે ટંકારામાં સંક્રમણ ઘટી રહ્યાનું જણાવાય છે.

સત્ત્।ાવાર માહિતી મુજબ તારીખ ૨૫ના રોજ ૪ કેસ, તારીખ ૨૬ ના૧૨ કેસ,તારીખ ૨૭ના ૧૪ કેસ ,તારીખ ૨૭ના૧૩ કેસ,તારીખ ૨૮ ના ૧૩ કેસ,તથા તારીખ ૨૯ના ૧૪ કેસો નોંધાયેલ છે . ટંકારા તાલુકામાં પાંચ દિવસમાં ૬ દરદીઓ ના મૃત્યુ થયેલ છે.ટંકારાના પાંચ દિવસમાં એકપણ કેસ નોંધાયેલ નથી.૨૦ દર્દીઓને ડીસ ચાર્જ કરાયેલ છે.

સરકારી આંકડા કરતા વાસ્તવિકતા જુદી છે. મરણ આંક વધુ છે.

ટંકારામાં આરોગ્ય વિભાગ તથા પોલીસ કામગીરી ને કારણે લોકો માં જાગૃતિ આવતા કેસો ઘટી રહ્યા છે.

ધન્વંતરિ રથના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શાક માર્કેટ પાસે રથ રાખી લોકોના ટેસ્ટ કરાયેલ. આરોગ્ય વિભાગના ડોકટરો તથા સ્ટાફ દ્વારા સતત કામગીરી થઈ રહેલ છે. લોકો જાગૃત બને અને કોરાના ગાઈડ લાઈન નું પાલન કરે તે જરૂરી છે.

(1:11 pm IST)