Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોરબીને એક- બે દિવસમાં જ ગેસ મળે તે માટે રાજય, કેન્દ્ર સરકારમાં કાર્યવાહી શરૃઃ મોહનભાઈ કુંડારિયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી સિરામિક જગત દ્વારા ઊભા કરવામાં આવેલ પ્લાન્ટ ને આજે ત્રીજા દિવસે પણ લિકવિદ ઓકિસજન નહી મળતા આ બાબતે સાંસદ મોહનભાઈ કુંડારિયા નો સંપર્ક કરતા,

તેમને જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગ જગત દ્વારા બનાવવામાં અવેલ પ્લાન્ટ ને લીકવિદ ઓકિસજન વહેલામાં વહેલી તકે મળે તે માટે રાજય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆતો કર્યા બાદ હાલ સરકાર દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી આદરી દેવામાં આવી છે અને મોરબીને માગણી મુજબનો જથ્થો એક બે દિવસમાં મળી મળી જવાનું આશ્વાસન આપ્યુ છે. અને વિશેષમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા હવામાંથી ઓકિસજન બનાવી શકાય તેવો ઓક્ષિજન જનરેટર પ્લાન્ટ માટે પણ અમદાવાદ ઓર્ડર આપવા સાથે પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે. અને ઓકિસજન ના ખાલી ૧૦૦૦ સિલિન્ડર પણ ખરીદી લેવાયા છે.

મોરબી સિરામિક ઉદ્યોગ જગત ઉપરાાંત વિવિધ સમાજો પાટીદાર સમાજ, રદ્યુવંશી સમાજ, સતવારા સમાજ, બ્રહ્મસમાજ, યદુનંદનન ગૌ શાળા સહીત તમામ સમાજ, સેવાભાવિ ઓ દ્રારા મોરબીમાં ૧૨૦૦ બેડ કાર્યરત છે અને તેમાંથી ૪૦૦ બેડ તો ઓકિસજન સુવિધા સાથેના કાર્યરત છે. તમામના પ્રયત્નોથી હજૂ વધારાના ૩૦૦ બેડ બનાવવાનું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યુ તું પરંતુ ગેસની તંગી સર્જાતા હાલ મુલતવી રખાયું છે.

નવા બનાવેલા પ્લાન્ટ માટે ઓકિસજન મળે અને ઓકિસજન જનરેટર પ્લાન્ટ આવી જાય તો રોજના ૪૦૦૦ કીલો ઓકિસજન ઉત્પન્ન કરી શકાશે. અને તેટલો ઓકિસજન મોરબી જિલ્લાની જરૂરિયાત પુરી કરવા ઉપરાંત અન્ય વિસ્તારને પણ આપી શકાશે. ઉપરાાંત મોરબી ભાજપ ઉદ્યોગકારો દ્વારા ૬૫૦૦૦ ટેસ્ટ કીટ મંગાવી મોરબી ઉપરાાંત ગ્રામ્ય પંથકમાં પણ તે પહોંચાડવામાં આવી છે.

મોરબીનાં તમામ સમાજો, સેવાભાવિ સંગઠનો, સિરામિક ઉદ્યોગ જગત સાથે અન્ય ઉદ્યોગકારો અત્યારે નામી અનામી અનેક લોકો ખભે ખભા મિલાવી એકજૂટ થઈ કોરોનાને મ્હાત કરવાની દિશામાં દીવસ રાત મહેનત કરી રહ્યાં છે.

એક બે દિવસમાં ઓકિસજનની પ્રશ્ન સોલ થઇ જાય તો મોરબી માટે ખુબ રાહત થઇ જાય અને મને વિશ્વાસ છે બે દિવસમાં મોરબીની માંગ મુજબ ગેસ મળી જસે. એ બાબતે સરકારે પણ આશ્વાસન આપ્યું છે.

(1:10 pm IST)