Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સાવરકુંડલાના મુસ્લિમ ફ્રુટવાળા દ્વારા ગરીબ દર્દીઓ માટે ફ્રુટમાં ૨૦ ટકા રાહત આપવાની જાહેરાત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩૦ : કોરોના સંક્રમણ અજગરી ભરડો લીધો છે તેવી સ્થિતિમાં ગરીબ દર્દીઓને રાહત આપવા અને પ્રત્યેક કે પરોક્ષ રીતે મદદરૂપ બનવા માણસ પોતાની રીતે એકયા બીજી રીતે મદદ કરે છે ત્યારે સાવરકુંડલા એસટી ડેપોમાં ફ્રુટનો વેપાર કરી પોતાના કુટુંબીજનોનું માંડ માંડ પુરૂ કરતા યુનુસભાઈ પઠાણની ફૂટની લારીયે ફ્રુટ લેવા જાય કોઈ પણ વ્યકિત કે દર્દીને ૨૦ ટકા રાહતે ફ્રુટ આપવામાં આવશે જોવો નાના માણસની ખુદદારી કે ફ્રુટના ધંધામાં ૧૦થી ૧૫ ટકા નફો હોય છે તેમાંય ગરીબ માણસો અને ગરીબ દર્દીઓને ફ્રુટ લઇ તેમાં ૨૦ ટકા રાહતદરે આપવું એટલે ફ્રુટના વેપાર કરતા યુનુસભાઈ પઠાણે મૂળગા અથવા ૫ ટીકા ખોટ ખાઇને ફ્રુટનો વેપાર કરનાર યુનુસભાઈ પઠાણની ગરીબ પ્રત્યેની લાગણીને સમજીને મદદ કરે છે.

યુનુસભાઈ પઠાણ ગરીબ દર્દીઓ પોતાની નબળી સ્થિતિમાં તેમને મદદ રૂપ બનવું તે એક માણસાઈ કહેવાય તેવી ઇન્સાનીયતના નાતે મદદ કરવી તે એક નેકીનું કામ છે.

(11:49 am IST)