Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જામજોધપુર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પકડી પાડતી પોલીસ બે ફરાર

જામજોધપુર,તા. ૩૦: પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. ધવલસિંહ સિસોદીયા તથા પોલીસ કોન્સ. દીલીપસિંહ વાઘેલાને ખાનગી રાહે બાતમી મળતા માર્કેટીંગ યાર્ડના ગેઇટ પાસેથી કારૂભાઇ અરશીભાઇ કણેત જાતે સગર (ઉવ.૨૬) ધંધો વેપાર રહેવાનું રામવાડી રાજ પાનની સામે તથા લક્ષ્મણ ધાનાભાઇ ધારાણી જાતે ગઢવી (ઉવ.૩૦) ધંધો મજુરી રહેવાનું બસ સ્ટેન્ડ પાછળ જામજોધપુર વાળાને મુદ્દામાલ સહિત ૧૫,૩૦૦ની રકમ સાથે પકડી પાડેલ છે. જ્યારે ભરતભાઇ ગઢવી માર્કેટીંગ યાર્ડમાં શીવશકિત દુકાનવાળા ગામ -ગોરખડી તાલુકો-જામજોધપુર તથા ડાડુભાઇ ગઢવી ગામ જામખંભાળિયા જિલ્લો દ્વારકા ફરાર જાહેર થયેલ છે.

(11:42 am IST)