Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

લોધીકાનાં નિવૃત્ત આચાર્ય ૮૩ વર્ષના મનુભાઇ સોલંકી તથા પત્નિ હંસાબેને ઘેર સારવાર લઇ કોરોનાને હરાવ્યો

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૩૦: ''મનોબળ મકકમ તો કોરોના ખતમ'' આ ઉકિતને સાર્થક કરતા લોધીકાના નિવૃત્ત આચાર્ય ૮૩ વર્ષની જઇફ ઉંમર ધરાવતા તેમજ તેમના પત્નિ હંસાબેને નિયમિત દવા, ધીરજ, હિંમતને લઇ કોરોના મુકત થયા છે.

તેમના જણાવ્યા મુજબ તેઓ બંને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મનમાં જરાપણ ડર રાખ્યા વિના લોધીકા સરકારી દવાખાને જઇ જરૂરી માર્ગદર્શન, દવા લઇ લીધેલ, નિયમિત ચેકઅપ સાથે હોમ કવોરન્ટાઇન ઘરમાં જ થઇ ગયેલ. મનુભાઇ લોધીકા મુકામે નિવૃત જીવન ગાળે છે જેઓએ સરકારની સુચના મુજબ રસીનો પ્રથમ ડોઝ પતિ-પત્નિ બંનેએ લઇ લીધેલ. તેમણે જણાવ્યું કે દરેકે કોરોનાની રસી લઇ લેવી જોઇએ ખાસ તો મનુભાઇ તથા તેમના પત્નિ બી.પી., થાઇરોઇડ, કિડનીની બિમારી ધરાવતા હોવા છતાં હિંમત હાયાૃ વગર ખોરાક, દવા, આરામ પર તેમજ લોધીકા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી માર્ગદર્શન થકી તેઓ બંને કોરોનાને હરાવી દીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન દરમ્યાન પુરો આરામ, ગરમ પાણીના કોગળા, નાસ તથા નવસેકા ગરમ પાણીમાં લીંબુ રસ મેળવી પીવાથી કોરોના ઝડપથી કંન્ટ્રોલમાં આવે છે. કોરોનાના દર્દી પોઝીટીવ આવે ત્યારે મનમાં જરાપણ ભય રાખ્યા વગર હિંમત પૂર્વક તેમનો સામનો કરવો જોઇએ તેમ મનુભાઇએ જણાવ્યું હતું.

(11:42 am IST)