Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

બાબરાના ત્રંબોળામાં ઝાડ પરથી પટકાતાં મિથુનનું મોત

રાજકોટ તા. ૩૦: બાબરાના ત્રંબોળા ગામે રહેતો મિથુન મગનભાઇ સોલંકી (ઉ.વ.૨૦) ઝાડ પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

ત્રંબોળા રહેતો મિથુન તા. ૨૮ના સવારે દસેક વાગ્યે ગામમાં ઝાડ કાપતો હતો ત્યારે ઝાડ પરથી પગ લપસતાં પડી જતાં માથામાં અને શરીરે ઇજાઓ થતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી બાબરા પોલીસને જાણ કરી હતી.

(11:39 am IST)