Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 500 બેડ વધાર્યા

ઓકિસજન માટે 20 હજાર લીટરની એક અને 1 હજાર લીટરની 4 ટેંકની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ધસારો વધતા, શરૂઆતમાં કોરોનાની સારવાર માટે જે 440 બેડ હતા તેમાં વધારીને 940 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, સાથોસાથ ઓકિસજન માટે 20,000 લીટરની એક અને 1,000 લીટરની 4 ટેંકની સુવિધા ઉભી કરાઈ છે, તથા સિવીલના ડોક્ટરોની સારવારથી રોજના સરેરાશ 120 દર્દીઓ સાજા થઇ ઘરની વાટ પકડે છે.

જૂનાગઢ સિવિલમાં કોરોનાની શરૂઆતમાં 440 બેડની વ્યવસ્થા હતી. તેમ જણાવી સિવિલ સર્જન ડો. સુશીલ કુમારના જણાવ્યા અનુસાર, જરૂરિયાત વધતા તાત્કાલીક ધોરણે બેડમાં ક્રમશ: વધારો કરી આજે 940 બેડ કર્યો છે. સિવિલના 3 થી 8 એમ છ માળ ઉપર માત્રને માત્ર કોરોના પેશન્ટને સારવાર આપવામાં આવી રહી છે. 150 જેટલા ઇન્ટર્ન તબીબો, 150 જેટલાં ફાઇનલ ઈયરના તબીબ સ્ટુડન્ટ, 40 થી વધુ ડોક્ટરોની ટીમ શીફ્ટમાં કોરોના પેશન્ટ માટે સતત સેવારત છે. તબીબો પેશન્ટની સારવારમાં કોઇ કચાસ રાખતા નથી.

આ સિવાય સિવિલમાં ઓક્સીજન કેપેસીટીમાં જરૂર મુજબ વધારો કરાયો છે. પ્રથમ જમ્બો બાટલાની સુવિધા હતી. જેમ જરૂરિયાત વધતાં 1,000 લીટરની 4 ટેંકની વ્યવસ્થા કરી. વધુ જરૂરિયાત જણાતા 20,000 લીટરની ટેંક તાત્કાલીન ધોરણે ઉભી કરી. આમ દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલની સુવિધામાં સમયાંતરે વધારો કરાયો છે.

 

(11:33 am IST)