Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમરેલી જિલ્લામાં કોરોના સંદર્ભે ૧ કરોડ ગ્રાન્ટ ફાળવતા રૂપાલા : રાજુલામાં ઓકિસજન બનાવાશે

અમરેલી,તા. ૩૦: કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની જયારે તાતી જરૂર છે એવીઆ પરિસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્ત્।મ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી રૂ. ૧ કરોડ ફાળવ્યા છે. અમરેલી જિલ્લાના અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા રૂ.૬૨ લાખ ઉપરાંત, હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે રૂ. ૭.૫૦ લાખની કિંમતના ૫ અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ. ૩૭.૫૦ લાખની ગ્રાંટ ફાળવણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી માત્ર ૧૫ દિવસમાં પાંચ વેન્ટિલર હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલને મળી જશે. આ ઉપરાંત ઓકિસજન પ્લાન્ટ સ્થાપવામાં અંદાજે ૬ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. પ્લાન્ટ તૈયાર થતા રોજના ૫૦ થી ૬૦ જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાશે. આમ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે.

(10:19 am IST)