Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ઉનાની બાળાને યુવાન લલચાવી -ફોસલાવીને ભગાડી ગયો

ઉના તા.૩૦: કોર્ટ વિસ્તારમાં રહેતા એક અજાણ્યા પરિવારની સગીરવયની ૧૭ વર્ષ ૮ મહિનાની દિકરીને ઉના અંજાર રોડ ઉપર પાડામાર વિસ્તારમાં રહેતો રમજાન પઠાણ (ઉ.વ.૨૩) વાળો ગત તા. ૨૬નાં રાત્રીનાં સમયે ઘરે થી બદકામ કરવાના ઇરાદે લગ્ન કરવાની લાલચ આપી ફોંસલાવી વાલીપણામાંથી ઉપાડી અપહરણ કરી નાસી ગયેલ.

ઉના પોલીસમાં આ અંગે ફરિયાદ સગીરાંના પિતાએ નોંધાવતા ઉના પોલીસે કલમ ૩૬૩,૩૬૬ તાથ પોસ્કો કલમ ૧૯ મુજબ ગુનો નોંધી પોલીસ સબ ઇન્સપેકટર એસ.એમ. બાબી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

(10:41 am IST)