Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા મજદૂર સંઘ પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્ના. સંપન્ન

ભાવનગર તા.૩૦: મજદૂર સંઘના રાષ્ટ્રીય નેતા શ્રી જે.જી. માહુરકર (દાદા), જનરલ સેક્રેટરી તથા વાઇસ પ્રેસીડેન્ટ એન.એફ.આઇ. આર.ના૮૪માં જન્મ દિવસના ઉપલક્ષમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ ભાવનગર ડિવીઝન દ્વારા મજદૂર સંઘ પ્રિમીયર લીગ (એમપીએલ) ટેનીલ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ તા. ૩૦-૩-૨૦૧૯ કરવામાં આવેેલ. આ ટૂર્નામેન્ટનો તા. ૨૮-૪-૧૯નાં રોજ સમાપન સમારોહ રેલ્વે સ્ટેડીયમ ખાતે સાંજે ૬ કલાકે રાખવામાં આવેલ. આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમ ટ્રાફિક ટાઇગરને કેશ એવોર્ડનાં રૃા. ૧૦,૦૦૦ અને ટ્રોફી અને રનર્સ અપ ટીમ ઇલેકટ્રીક પાવરને કેશ એવોર્ડ રૃા. ૫૦૦૦ અને ટ્રોફ તેમજ તમામ મેચમાં ' મેન ઓફ ધી મેચ' ને સંઘનાં રાષ્ટ્રીય નેતા શ્રી જે.જી. માહુરકર, ભાવનગર ડીવીઝનનાં ડિવીઝનલ રેલ્વે મેનેજર શ્રી પ્રતિક ગોસ્વામી તથા સંઘના પ્રેસીડેન્ટ શ્રી શરીફખાન પઠાણ તથા સંઘના વર્કિંગ જનરલ સેક્રેટરી શ્રી.આર.જી. કાબર દ્વારા રોકડ રકમ તેમજ ટ્રોફી વિગેરે દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ.

સાંજે ૪.૩૦ કલાકે સંઘના મુખ્ય કાર્યાલય ખાતે એક પ્રેસ મીટને મહામંત્રી દ્વારા સંબોધવામાં આવી જેમાં રાષ્ટ્રીય લેવલે રેલ્વેમાં ચાલતી ગતિવિધિઓ બાબત વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

સંઘના રાષ્ટ્રીય નેતા શ્રી જે.જી. માહુરકર તથા ડીઆરએમ શ્રી પ્રતિક ગોસ્વામી દ્વારા વિજેતા ખેલાડીઓ તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા તેમજ રેલ્વેમાં ખેલકુદની ભાવના વિકસે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.

આ પ્રસંગે ભાવનગર ડિવીઝનનાં મોટા ભાગનાં અધિકારીઓ તથા રેલ્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં પધારેલ તમામનો સંઘના ડિવીજનલ ચેરમેન શ્રી ગિરીશ મકવાણા દ્વારા અભાર પ્રગટ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના ડિવીઝનલ સેક્રેટરી શ્રી બી.એન. ડાભી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે  શ્રી યુવરાજસિંહ જાડેજા, શ્રી પ્રકાશ રાઠોડ, શ્રી સૌરવ પાંડે, શ્રી પરાક્રમ આચાર્ય, શ્રી સંદીપ ચાવડા, શ્રી આર.એલ. ઉલ્વા, શ્રી મહેશ દવે, શ્રી ડી.ડી. કંસારા, શ્રી પી.પી. જાડેજા, શ્રી કેતન વાંક, શ્રી વિક્રમ પરમાર, શ્રી રાજુભાઇ ચૌહાણ, શ્રી અશોકભાઇ, શ્રી સારંગ ખંદારે, શ્રી જેરામ એમ., શ્રી તેજપાલ ગોહિલ, શ્રી ભાર્ગવ મહેતા વગેરે સંઘના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ.

(10:40 am IST)