Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

એક કરોડ રૂપિયાની છેતરપિંડી કેસના આરોપીને પકડી પાડતી કેશોદ પોલીસ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૩૦ :  બે વર્ષ પહેલા સીંગદાણાની પેઢી સાથે એક કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર નાસતાફરતો આરોપીમાંથી બાતમીના આધારે એક આરોપીની કેશોદ પોલીસે અમદાવાદના બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરેલ છે.

આજથી બે વર્ષ પહેલા કેશોદની સીંગદાણાની પેઢી સાથે એક કરોડની છેતરપીંડી કર્યાનો કેસ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. જે કેસના નાસતા ફરતા આરોપીમાંથી એક આરોપી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો હોવાની મળેલ બાતમીના આધારે કેશોદના ડી.વાય.એસ.પી. જે.બી. ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.બી. ચોહાણ પો. હેડ કોન્સ્ટેબલ એચ.યુ. દલ તથા પો. કો. કિરણભાઇ ડાભી, સંજયસિંહ ઝાલાએ અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં જઇ સનસીટી સેકટર-૧ સાઉથ બોપલમાંથી મજુકર આરોપી લુહાર ધનુષ રમણીકલાલ આસોડીયા (ઉ.વ.૩ર) ની ધરપકડ કરેલ છે. આરોપી ધનુષની પુછપરછ દરમ્યાન મુખ્ય સુત્રધાર સહિતના આરોપીઓની કડી મળી રહેશે તેવો કેશોદ પોલીસ આશાવાદ સેવી રહેલ છે.

(1:30 pm IST)