Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મોરબીમાં કોરોના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ પર ગેરહાજર કર્મચારીને શો કોઝ નોટિસ

કોરોનાની મહામારી દરમિયાન ફરજ ચૂકેલા કર્મચારી સામે કડક કાર્યવાહીનો પ્રથમ કિસ્સો

મોરબી : મોરબીમાં કોરોના સંબંધી બાબતો વિશે કાર્યવાહી માટે જિલ્લા કક્ષાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરાયું છે તેમાં ગેરહાજર રહેતા કર્મચારીને શો કોઝ નોટિસ આપી છે વધુમાં તેને ખુલાસા માટે જિલ્લા કલેકટર સમક્ષ હાજર રહેવાનું ફરમાન પણ કરવામાં આવ્યું છે.

 મોરબીમાં કોરોનાના પગલે સરકારની સૂચના મુજબ કલેકટર દ્વારા જિલ્લા કક્ષાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરાવવામાં આવ્યુ છે. જેમાં તા.27ના રોજ દરરોજ રાત્રીના 10 કલાકથી સવારના 7 સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વર્ગ-3ના કર્મચારી એમ.વી.મકવાણાને ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ તા.29ના રોજ તેઓ રાત્રે 10 કલાકે હાજર ન રહેતા તેઓને 10:15 કલાકે ફોન કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ રાજકોટ હોવાનું કહ્યું હતું

 તેઓ કલેકટરના હુકમથી સોપાયેલ ફરજ પર ગેરહાજર રહ્યા હોય તેઓની સામે ફરજમોકૂફીના પગલાં સાથો સાથ તેઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાના પગલા કેમ ના લેવા તે અંગે શો કોઝ નોટિસ આપવામાં આવી છે. વધુમાં તેઓને આ બધા હુકમ શા માટે ઇસ્યુ ન કરવા તે માટે જિલ્લા કલેકટર સમક્ષ ઉપસ્થિત રહેવા માટે નોટિસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(9:37 pm IST)