Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મોરબી જિલ્લામાં વધુ બે શંકાસ્પદ કેસ:મોરબી સિવિલમાં હોસ્પિટલમાં દાખલ :સેમ્પલ જામનગર મોકલવા તજવીજ

ને યુવાનોને હોસ્પિટલમાં બનાવાયેલ આઇસોલેશન વોર્ડમાં રખાયા

મોરબી : કોરોનાનો કહેર વધતો જાય છે મોરબી જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવીને તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે આજે મોરબી સિવિલમાં વધુ બે યુવાનને લઇ આવવામાં આવ્યા છે તેઓના લોહી અને પેશાબની સેમ્પલ લઇને જામનગરની લેબોરેટરી ખાતે મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં આ યુવાનોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું છે

મોરબી જીલ્લામાંથી અગાઉ ઘણા વ્યક્તિઓના લઇને કોરોનાનો રીપોર્ટ કરવા માટે જામનગર મોકલવામાં આવ્યા છે જો કે હજુ સુધી મોકલવામાં આવેલા તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેવામાં આજે બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને બન્ને યુવાનના લોહી અને પેશાબના સ્મેપલ લઇને જામનગર મોકલાવવામાં આવશે તેવું અધિકારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ એક યુવાન યુપી થી પાછો આવ્યો હતો અને બીજો યુવાન તો મોરબી પંથકમાં જ હતો જો કે, સલામતીના ભાગરૂપે જામનગરથી રીપેાર્ટ ન આવે ત્યાં સુધી બન્ને યુવાનને મેારબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં રખવામાં આવશે.

(9:03 pm IST)