Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જામનગરઃ ઓકિસજન સિલિન્ડરોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા સરકારે ભરેલા પગલાં

જામનગર તા.૩૦ : સરકારે કહયું કે તેણે હોસ્પિટલોમા ઓકિસજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અનેક પગલા લીધા છે. પેટ્રોલીંયમ અને વિસ્ફોટકો સલામતી સંસ્થા દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. જે વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયનો એક ભાગ  છે.

કોવિડ-૧૯ રોગચાળાના નિયંત્રણ માટે દેશવ્યાપી લોકડાઉનના કારણે હોસ્પિટલોમાં ઓકિસજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા અને પેટ્રોલીયમ, વિસ્ફોટકો અને ઔદ્યોગિક ગેસ કંપનીઓની મુશ્કેલીઓને દુર કરવા પગલા લીધા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે ક મેડિકલ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓકિસજનના તાત્કાલીક સંગ્રહ અને પરિવહન માટેના લાઇસન્સની મંજુરી મળે તે માટે પૈસો હેડકવાર્ટર દ્વારા તેની તમામ કચેરીઓને સુચનાઓ જારી કરવામાં આવી છે.

પેસો દ્વારા રપ માર્ચે તમામ રાજયોના મુખ્ય સચિવો (ગૃહ)ને સલાહ આપવામાં આવી છે કે તેઓને મેડિકલ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓકિસજન અને નાઇટ્રોસોકસાઇડના અવિરત પરિવહન અને ઉત્પાદનની મંજુરી આપવા વિનંતી કરવામાં આવેલ છે.

ઓકિસજન અને અન્ય વાયુઓના પરિવહન માટેના લાઇસન્સની માન્યતા જે ૩૧-૩-ર૦ર૦ના રોજ સમાપ્ત થશે. તે ૩૦-૬-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે.

વિસ્ફોટકો અને આતશબાજી પદાર્થોના સંગ્રહ, પરિવહન વેચાણ વપરાશ અને ઉત્પાદન માટેની લાઇસન્સની મુદત જે ૩૧-૩-ર૦ર૦ના રોજ સમાપ્ત થશે. તેને ૩૦-૯-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે. તેમ જણાવ્યું હતું કે તેમાં ઉમેર્યુ હતું કે લાઇસન્સના નવીનકરણ માટેની મોડી ફી માટે પણ શુલ્ક લેવામાં આવશે નહી.

કોમ્પ્રેસ્ડ ઓકિસજન, સીએનજી, એલપીજી અને અન્ય વાયુઓના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરો જે ૩૧ માર્ચે વૈધાનીક હાઇડ્રો પરીક્ષણ માટે નિયત છે ૩૦ જુને પરીક્ષણ માટે માનવામાં આવશે.

આગળ ઉમેર્યુ કે, ઓકિસજન, એલપીજી, અને અન્ય વાયુઓના પરિવહન માટે સંગ્રહ માટે  ઉપયોગમાં લેવાતા ઉપકરણોના સેફિટ રીલીફ વાલ્વના કાયદાકીય પરીક્ષણ તથા હાઇડ્રો પરીક્ષણ જે ૧પ માર્ચથી ૩૦ જુન માટે વૈધાનિક હાઇડ્રો પરીક્ષણ માટે નિયત છે ૩૦ જુને પરીક્ષણ માટે માનવામાં આવશે.

(1:07 pm IST)