Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પોરબંદરમાં મહિલાને કોરોના પોઝેટીવઃ આ પરિવારની પુત્રીને આઇસોલેશન વોર્ડમાં સારવાર

પુત્રી દુબઇથી આવ્યા બાદ માતાનો કોરોનાનો પોઝેટીવ રીપોર્ટ આવેલ : પરિવારના અન્ય ત્રણ સભ્યને કોરન્ટાઇનમાં રાખી સારવાર : નમૂના રાજકોટ મોકલ્યા

પોરબંદર,તા. ૩૦ : પોરબંદર જિલ્લામાં ગઇકાલે એક મહિલાને કોરોના વાઇરસનો પ્રથમ પોઝેટીવ કેસ આવેલ છે. આ મહિલાની પુત્રી દુબઇ થી આવી હતી અને ઘરમાં તેમની માતાની તબીયત બગડતા તેમને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ અને નમૂના જામનગર સરકારી હોસ્પિટલમા મોકલતા તેમનો કોરોનાનો પોઝેટીવ રીપોર્ટ આવેલ. માતા અને તેની પુત્રીને પણ હાલ ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વાર્ડમાં સારવાર અપાઇ રહી  છે.  આ પરિવારમાં યુવતીની બેન, નાનાભાઇ અને પિતાના રીપોર્ટ રાજકોટ મોકલેલ છે.

(1:04 pm IST)