Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ટંકારાના ઓટાળા ગામે પરપ્રાંતિય દંપતિની હત્યામાં ચારેય શકદારોની પુછતાછ

અનૈતિક સંબંધમાં ઝઘડો થયા બાદ હત્યા થઇઃ હત્યામાં અન્ય કોઇ સામેલ છે કે કેમ? શકદારોની સઘન પૂછતાછ

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર પરપ્રાંતિય દંપતિનો મૃતદેહ અને ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

ટંકારા તા. ૩૦: ટંકારાના ઓટાળા ગામે અનૈતિક સંબંધમાં પરપ્રાંતિય દંપતિની હત્યા થયા બાદ પોલીસે ચારેય શકદારોને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં ખેત મજુરી કરતા મજુર દશરથ વસાવા ઉ. વર્ષ ૩૮ અને તેની પત્નિ કાળીબેન દશરથ વસાવા ઉ. વર્ષ ર૬ ની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહો મળી આવતા રાહદારોઓએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગયેલ હતી.

વાડીના માલીક દિલીપભાઇ છગનભાઇ દેસાઇએ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે મરનાર મજુર દશરથ વસાવા અને કાળીબેન તેના ૪ સંતાનો સાથે મજુરીએ આવેલ અને વાડીની ઓરડીમાં રહેતા હતા. આ મજુર દંપતી પહેલા તેના બનેવી પાતલીયા માવી, તેની પત્નિ વેસ્તીબેન તેના છોકરા રવિ અને સુમેર સાથે હેંમતભાઇ રણછોડની વાડીએ રહેતા હતા. બે દિવસ પહેલા પાતલીયાના છોકરા સુમેરને કાળીબેન સાથે અનૈતિક સબંધ હોય ઝઘડો થયેલ. ત્યારબાદ મરનાર મંજુર દંપતી દીલીપભાઇ દેસાઇની વાડીએ રહેવા ગયેલ.

દિલીપભાઇ છગનભાઇ દેસાઇએ શકદાર તરીકે પાતલીયા માવી વેતીબેન, તેના છોકરા રવિ અને સુમેરના નામ પોલીસમાં જાહેર કરતા પોલીસે ચારેય શકદારોની પૂછતાછ હાથ ધરી છે. વધુ તપાસ ટંકારા પી.એસ.આઇ. એલ. બી. બગડા ચલાવી રહ્યા છે.

(1:01 pm IST)