Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પીએસઆઇની કામગીરી સામે લોકોમાં ભારે કચવાટ

જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા આવેલા લોકોને ૫૦૦થી ૧૦૦૦ના મેમા ફાડયા

વઢવાણ, તા.૩૦: સુરેન્દ્રનગરમાં ટ્રાફીક પીએસઆઇ વી.પી.સોલંકીએ આજે સવારે જીવનજરૂરી  ચીજવસ્તુઓની ખરીદી કરવા આવતા લોકોને પરેશાન કરતા ભારે કચવાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના વાયરસને પ્રસરતો અકાવવા માટે લોકડાઉનનો આદેશ કરાવામાં આવ્યો છે. પરંતુ તેમાં જીવન જરૂરિયાત વસ્તુને બાકાત કરેલ છે.

ત્યારે આજે સુરેન્દ્રનગરના ટ્રાફિક પી.એસઆઇ વી.પી. સોલંકી અને સ્ટાફ દ્વારા શહેરમાં શાકભાજી વેચતા ફેરીયાઓને ખસેડી દીધા હતા. જયારે અનેક લોકોને રૂ.પ૦૦ થી રૂ.૧૦૦૦ ના મેમા ફાળવામાં આવ્યા હતા. જેથી લોકોમાં ભારે કચવાટ વ્યાપી ગયો છે.

આ ટ્રાફીક પીએસઆઇ એ તાજેતરમાં પોતાનો જન્મદિન પણ ટ્રાફિક પોલીસ ચોકીમાં ઉજવ્યો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

આ ઉપરાંત ટ્રાફીક પોલીસના સાથે-સાથે ટ્રાફીક બ્રિગેડની ટીમ પણ ટ્રાફીક પોલીસ અધિકારીઓના સાથે સહયોગ આપીને વાહન ચાલકોને હેરાન કરતા હોવાનુ ચર્ચાય છે.

ત્યારે પોલીસ અધિક્ષકશ્રી તથા ડીવાય એસપીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે.

કારણ વગર નીકળનારા સામે કાર્યવાહીઃ ડીવાયએસપી વાણંદ

રાજકોટ,તા.૩૦: આ અંગે સુરેન્દ્રનગરના ડીવાયએસપી શ્રી વાણંદે ''અકિલા''ને જણાવ્યું હતું કે, જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા આવનારા સામે કોઇ પ્રતિબંધ નથી.

લાયસન્સ સહિતના ડોકયુમેન્ટ વગર તથા કારણ વગર લોકડાઉનમાં ઘરની બહાર નીકળનારા સામે દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ ડીવાયએસપી શ્રી વાણંદે જણાવ્યું હતું.

(1:00 pm IST)