Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સેવા આપવા માંગતા હો તો સંપર્ક કરોઃ વાહન કોર્પોરેશનનું, બેનર સંસ્થાનું રહેશેઃ જુનાગઢ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમરા

જરૂરીયાતમંદ લોકોને વ્યવસ્થિત વિતરણ કરવા તંત્ર-લોકોનું સંકલન જરૂરી

જુનાગઢ, તા., ૩૦: મ્યુનિસીપલ કમિશ્નર  તુષાર સુમરાએ એક અપીલ દ્વારા સેવાભાવી  તથા અન્ય સંસ્થાઓને જણાવ્યું છે કે ઘણા યુવાનો દ્વારા બહાર નિકળી પોતે સેવા કરવા માગે છે તે માટે પાસની માંગણી કરવામાં આવે છે. ઘણા લોકો તો પોતાની મેળે જ ફુડ પેકેટ વિતરણ કરવા રસ્તા પર નીકળ્યા છે.

મ્યુનિસીપલ કમિશ્નર તુષાર સુમરાએ એક અપીલ દ્વારા જણાવ્યું છે કે શહેરના તમામે તમામ ૧પ વોર્ડમાં સર્વે કરી ખરેખર જરૂરીયાતમંદ એવા ૭૬૩ કુટુંબોના ૩૪૪ર લોકોની યાદી તૈયાર કરી તેઓને વ્યવસ્થિત રીતે ટીફીનો પહોંચે વિગેરે કામગીરી માટે સેવાભાવી સંસ્થાઓની મદદથી દિવસમાં બંન્ને વખત જમવાનું પહોંચાડી રહયા છીએ.  કોર્પોરેશનનું સમગ્ર તંત્ર અને ટીમો આ કાર્યમાં કાર્યરત બની છે. તેઓએ જણાવેલ કે હાલના સંજોગોમાં સેવાભાવી સ્વયં સેવકોની જરૂરીયાત નથી આમ છતા જે લોકો સ્વયંભુ સ્વયંસેવક તરીકે જોડાવા ઇચ્છતા હોય તેઓએ વિપુલ મોરજરીયા મો.નં. ૯૪ર૭ર  ૧૮૦૦૪ તથા ૯૦૧૬૮ ૩૪૦૬૧નો સંપર્ક કરી વિગતો પહોંચાડવાથી જરૂરીયાત જણાયે આવા સ્વયંસેવકોનો સંપર્ક કરી મદદમાં લઇ શકાય.

તેઓએ વિશેષમાં જે સેવાભાવી સંસ્થાઓ કે લોકો ફુડ પેકેટ વિતરણ વ્યવસ્થામાં સેવા આપવા માંગતા હોય તેઓએ શ્રી નંદાણીયાભાઇ મો.નં. ૯૦૦૯૯ રરપર૬ તથા ૯૯૭૮૬ રરપર૪નો સંપર્ક કરવાથી  જરૂરીયાતમંદ લોકોની યાદી આપવામાં આવશે. તુષાર સુમરાએ વિશેષમાં એવું પણ જણાવ્યું છે કે કોર્પોરેશનની ગાડી સાથે રહેશે  પરંતુ આપના બેનર હેઠળ વિતરણ કરવામાં આવશે. આવી વ્યવસ્થાથી તમામને વ્યવસ્થિત રીતે વિતરણ થઇ રહે તેવો હેતુ છે. હજુ આપણે થોડા દિવસો કાઢવાના છે તેથી સંકલન ખુબ જરૂરી છે. તેઓએ લોકોને અપીલ કરતા રસ્તા પર ન નિકળવા અને ઘરમાં જ રહેવા હ્ય્દયપુર્વક અપીલ કરી છે. લોકો જોગ એક અપીલ કરતા તેઓએ વિશેષમાં લોકડાઉન દરમિયાન વડાપ્રધાનની અપીલ ધ્યાને લઇ લોકડાઉનનો સ્વૈચ્છાએ  અમલ કરી જુનાગઢવાસીઓને જાગૃતતાનું અદભુત ઉદાહરણ પુરૂ પાડવા પણ વિનંતી કરી છે. (૪.૧૧)

(12:29 pm IST)