Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જામનગરની જેલમાંથી ૫૩ કેદીઓને અનાજ કરિયાણાની કીટ સાથે જામીનમુક્ત કરાયા

 જામનગર : કોરોનાવાયરસના સંક્રમણને લઈને જામનગરની જેલમાં પણ ભીડ ઓછી કરવાના ભાગરૂપે કેટલાક કાચા કામના કેદીઓને જામીન મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જામનગરની જેલમાં રહેલા ૫૩ કેદીઓને જામીનમુક્ત કરાયા છે. સાથોસાથ તેઓ ને અનાજ કરીયાણાની કીટ પણ આપવામાં આવી છે.
 જામનગરની જિલ્લા જેલમાં કોરોનાવાયરસ ના સંક્રમણને લઈને જીલ્લા જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડી શકાય અને કેદીઓ વચ્ચે અંતર રહે તેના ભાગરૂપે જામનગરની જેલમાં રહેલા જામનગર જિલ્લાના ૪૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૩ કાચા કામના કેદીઓને આજે જેલ સત્તાવાળાઓ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા છે.
 આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા તમામ ૫૩ કેદીઓને જેલમુક્ત કરતી સમયે અનાજ કરિયાણાની કીટ પણ વહીવટી તંત્ર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી છે. અને તેઓને પોતાના ઘેર પરત ફરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.( તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(11:55 am IST)