Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

દેવભૂમિના ભોગાત બંદરના માછીમારનો વિડીયો વાઇરલ થતા તંત્ર દોડવા લાગ્યું

વિડીયોમાં પરિવાર ભુખ્યો હોવાનું કહેતા કલેકટરે ૧ માસનું રાશન આપ્યું

ખંભાળીયા તા.૩૦ : ગુજરાત સરકાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સરકારી તંત્રને ધંધે લગાડે છ.ે કેઇક આવુ ગઇકાલે દેવભૂમિ જિલ્લાના ભોગાતમાં થયું !!

ભોગાતના માછીમાર યુવાન હનીફ જાફરે તેમનો પરિવાર  તથા તે બે દિવસથી ભૂખ્યા છે તથા બહાર નીકળે તો પોલીસ મારે છે તેવું કહેતો વિડીયો મુકીને વાઇરલ કરતા તંત્ર દોડયું હતું.

દેવભૂમિ જિલ્લા કલેટર ડો. નરેન્દ્રકુમાર મીનાના ધ્યાને આવતા તેમણે તુરત જ દ્વારકા પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટારિયાને જાણ કરતા તેણે રાશન સાથે ટીમ લઇને ભોગાત પહોંચી ગયા તથા માછીમાર પરિવારોને એક માસ ચાલે તેટલું રાશન આપ્યું હતું તથા પ્રશ્નો હલ કર્યા હતા.(૬.૧૧)

 

 

દેવભૂમિ દ્વારકા જિ.ના ૮૦૦ પરપ્રાંતિય શ્રમિકોને ST બસો દ્વારા વતન મોકલ્યા

કેટલાક શ્રમિકો તંત્રની તમામ વ્યવસ્થાની ખાત્રી પછી રોકાયા છે

ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો તેમના વતન જવા પગપાળા નીકળતા જિ. પો. વડા શ્રી રોહન આનંદે ૮૦૦ પર પ્રાંતીયો શ્રમિકોને તેમના વતનમાં જવા વ્યવસ્થા એસ.ટી. બસ દ્વારા વિના મૂલ્યે કરી શતી.

વહીવટી તંત્રના મનદીપસિંહ જાડેજા, પો. ટ્રાફિક પી.આઇ. અજયસિંહ પરમાર, પો.સ.ઇ. અનિરૂધ્ધસિંહ ઝાલા, એસ.ટી વિભાગના અધિકારી સ્ટાફ સાથે સેવાભાવી કાર્યકરો ઇન્દ્રજીતસિંહ પરમાર, નિકુંજભાઇ વ્યાસ, વનરાજસિંહ વાઢેર, ભૌતિક ખાણધટ, અમિતભાઇ જોશી, નીરવ કવૈયા, રતિલાલ પરમાર, ભાર્ગવ શુકલ વિ. તમામનું મેડીકલ ચેકીંગ કરાવ્યું હતું.

રાત્રે આ મજુરો વતન જવાના છે તેની જાણ થતાં કેટલાક સેવાભાવીઓ દ્વારા નાસ્તો, બિસ્કીટ તથા ફુડ પેકેટોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખંભાળિયા, તાટીયા, લાંબા, કલ્યાણપુર વિ. વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ૧પ બસો ભરીને પરપ્રાંતિયોને વિનામુલ્યે ભોજન સાથે તેમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હવે સમજાવટના પ્રયાસો

અહીં રહેતા મજુરોને વેતન, ભોજન રહેઠાણની સુવિધા છતાં પણ વતનમાં જવાનું નીકળતા લોકોને પો.ઇ. એ. ડી. પરમાર તથા વી. એમ. ઝાલા દ્વારા સમજાવટના પ્રયાસો કરીને તેમને તેમના રહેઠાણના સ્થળે રખાયા છે.

(11:51 am IST)