Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગામડાઓને બ્લોક કરવાનુ વ્યાજબી નથી તાત્કાલિક દૂર કરોઃ ડીવાયએસપી પઠાણ

ટંકારા તા. ૩૦: ટંકારા તાલુકાના સરપંચોની મીટીંગ ડીવાયએસપી એફ.આઇ પઠાણના અધ્યક્ષસ્થાને કોરાના વાયરસ અંગે યોજાયેલ.

ડીવાયએસપી પાઠણે સરપંચોને જણાવેલ કે ગામડાઓમા એટલી સુવિધા નથી કે આપણે દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ચેકઅપ કરાવી શકી ગામડાઓમા જો કોરાના ફેલાશે તો તેને કાબુમાં કરી શકીશુ નહી. મોટા પ્રમાણમાં ફેલાશે.

ગામડામા આવવા જવાના રસ્તા બધા બ્લોક કરી દીયો. બે ત્રણ રસ્થા હોય દરેક ઉપર માણસોને બેઢાડી દીયો બહારથી આવનારા લોકોની પુછપરછ કરો જરૂર પડયે ચેક અપ કરાવો. બહારનાને આવા જ નહી દીયો.

શહેરોમાં રસ્તાઓ બ્લોક થયેલ છે શહેરોમા ડ્રોન કેમેરા દ્વારા ફોટા પાડી ઓળખ કરી કેસ કરે છે.

પીએસઆઇ એમ.બી.બગડાએ જણાવ્યુ કે ગામડાઓમા બ્લોક કરવાનુ મુશ્કેલ છે અશકય નથી.

 ગામડાઓમા પોલીસ પેટ્રોલીંગ ચાલુ છે વીર જમાદારો ફાળવાયા છે જરૂર પડયે કેસ કરાશે.

સરપંચોને જણાવેલ કે તમારૂ ગામ છે તમારી ફરજ છે ગામ તમારૂ છે તહો પેટ્રોલીંગ કરો લોકો એકઠા થાય તો ના પાડો ના માને તો પોલીસને જાણ કરો.

 ટંકારા તા.પં. કારોબારી અધ્યક્ષ ભુપનભાઇ ગોધાણીએ સરપંચો દ્વારા પુરતો સાથ સહકાર મળશે અને ગામડાઓ બ્લોક કરાશે.

(11:47 am IST)