Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ચોટીલા-થાનગઢમાં ૨૧૫ હોમ કોરોન્ટાઇન

લોકોમાં ગંભીરતાનો અભાવઃ ગલી-મહોલ્લામાં ઉઠતા-બેસતા -રમતા-ખેલતા નજરે પડે છે : એક પણ કેસ શંકાસ્પદ નથી પરંતુ વિદેશથી -બહારથી આવેલાઓને ૧૪ 'દિ પોતાના ઘરમાં અલગ રાખવામાં આવ્યા

ચોટીલા,તા.૩૦: ચોટીલા થાનગઢ પંથકમાં મહામારી કોરોના સંક્રમણ અટકાવવા લોક ડાઉન સાથે તંત્ર, આગેવાનો, પોલીસ અને સેવાભાવીઓ દ્વારા ખંભેખંભા મિલાવી આફત સામે લડત શરૂ કરવામાં આવેલ છે.

ચોટીલા થાનગઢ શહેર અને તાલુકામાં એક પણ કેસ શંકાસ્પદ આજસુધી નથી છતા તંત્ર દ્વારા વિદેશ જઇને આવેલ હોય તેવા અને બહાર થી આવ્યા હોય તેવા ચોટીલા વિસ્તારમાં ૧૭૧ અને થાનગઢ વિસ્તારમાં ૪૪ લોકોને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામા આવેલ છે.ઙ્ગ

લોક ડાઉન નો ચુસ્ત અમલવારી માટે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જેમા કારણ વગર બહાર નિકળતા લોકોને ડંડાવાળી સાથે ઉઠબેઠ કરાવી તાકિદ કરાયેલ છે.ઙ્ગ

ચોટીલા અને આસપાસના લોકડાઉન બાદ રોજેરોજ નું રળી ખાનાર ની પરિસ્થિતિ કફોડી ના બને તે માટે વિવિધ સમાજ અને સામાજીક સંસ્થાઓ અને આગેવાનોએ જરૂરીયાતમંદો માટે તમામ પ્રકારની સુવિધાઓની સેવાની સરવાણી શરૂ કરેલ છે.જેને કારણે તંત્ર અને લોકોમાં પણ સેવાઓને કારણે વિકટ સ્થિતિ પણ વિકટ નહી લાગે તેવો અહેસાસ થઇ રહેલ છે.ઙ્ગ

જયારે સમગ્ર તંત્ર માટે રાજકોટ, વાંકાનેર, મોરબી તરફ થી વતનની વાટે પહોંચવા ચોટીલા આવી ચડેલ હજારો શ્રમજીવીઓ માટે તંત્ર વાહકો, આગેવાનો અને સેવાભાવીઓએ કરેલ કામગીરી સરહાનિય રહી છે અને અથાગ પ્રયાસો થકી ૧૫ હજાર લોકોને વતન સુધી પહચતા કરેલ છે.ઙ્ગ

શહેરમાં લોકડાઉન દરમિયાન જનજીવન ને અસર ન પડે તે માટે પ્રાત અધિકારી આર બી અંગારી, મામલતદાર પી એલ ગોઠી, પીઆઈ બી કે પટેલ, પીએસઆઇ આર જે જાડેજા સહિતના સ્ટાફ કર્મી સાથે પાલિકા તંત્ર ચોટીલા ને સુરક્ષિત રાખવા માટે સતત તેઓની ફરજ બજાવી રહેલ છે.

વાયરસની ગંભીરતા હજુ કેટલાક લોકોમાં જોવા મળતી નથી અને તેઓ ગલી, મહોલ્લામાં ઉઠતા બેસતા અને રમતા ખેલતા જોવા મળે છે તેવા લોકોની સામે હવે ટીમ બનાવી કાયદેસરનાં પગલા લેવામાં આવશે તેવી નાગરીકોને તાકિદ કરેલ છેઙ્ગ

લોક ડાઉન નાં પગલે લોકો અતિંમવિધી પણ ફકત દ્યર પરિવારનાં ઓછા લોકોની હાજરી થી કરી રહ્યા છે ત્યારે લોકો દ્યરમાં રહે સલામત રહે તે માટે તંત્ર તમામ પ્રયાસો કરી રહેલ છે.ઙ્ગ

૨૪ કંલાક ધમધમતા ચોટીલા હાઇવે ની ભેકારતા, વતન તરફ જવા હજારો શ્રમજીવી પહોચ્યા, ભંગ કરનાર સામે પોલીસ સખ્ત, થાનગઢનો સેવાયજ્ઞ.

(11:46 am IST)