Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઉપલેટા તાલુકાના ખારચીયાના બાપા સીતારામ આશ્રમ દ્વારા ટીફીન સેવા

 ઢાંક : ઉપલેટા તાલુકાના ખારચીયાના બાપા સીતારામ આશ્રમ દ્વારા ખારચીયા રબારીકા, રાજપરા, ચરેલીયા, ઢાંક તેમજ આજુ બાજુના ગામના મજૂરો, ભૂખ્યાઓ તેમજ ગરીબોને ટીફીન સેવા પૂરી પાડવામાં આવી રહ્યા છે. આ કોરોનાની મહામારીમાં ફરીથી સાર્થક થાય છે. કાઠીયાવાડમાં કોકદીક ભૂલો પડને ભગવાન તને સ્વર્ગ ભૂલાવા શામળા. આ મહામારીમાં ભૂખ્યાઓની જઠારાગ્નિ ઠારવાનું તેના ઘરે ઘરે અને ગામે ગામ રૂબરૂ જઇને ટીફીન સેવા પૂરી પાડવામાં પોતાની પરવા કર્યા વિના મહંતશ્રી સીતારામ દરરોજ બાપા સીતારામ આશ્રમે જાય છે ત્યાંના મહંતશ્રી સીગતારામ બાપુ, મીરામા,, ભરતભાઇ લુણશિયા, કલ્પેશ મહેતા, ભુપતભાઇ બારોટ, ગીરધરભાઇ વાછાણી, લાલો વિરડા, રાજ સોલંકી અને ગટુભાઇ ખુમાણ વગેરે લોકો બાપા સીતારામ આશ્રમમાં સેવા આપી રહ્યા છે.

(11:44 am IST)
  • આનંદો : શુભ સમાચાર : વધુ બે વ્યકિતઓ સાજા થયા : અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી ૬૨ વર્ષના વિધવા - ૬૫ વર્ષના પુરૂષને રજા આપી : કુલ ૩ને રજા અપાઈ access_time 4:17 pm IST

  • LPG ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા કર્મચારીઓ માટે 5 લાખનું પેકેજ : કોરોના વાઇરસથી મૃત્યુ થશે તો પેટ્રોલિયમ કંપનીઓ પરિવારને 5 લાખ રૂપિયા આપશે : સિલિન્ડર ડિલિવરી કરતા પહેલા સેનેટાઇઝ કરાય છે access_time 7:17 pm IST

  • સાંજે 7:30 વાગે દેશમાં 96 કોરોના દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં 186 કેસો નોંધાયા છે, ત્યારબાદ કેરાળા બીજા નંબરે 182 કેસો છે. access_time 8:52 pm IST