Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મીઠાપુર પીઆઇની લાલ આંખઃ વાહનો ડીટેઇન

મીઠાપુરઃ પીઆઇ શ્રી શ્રદ્ધાબેન ડાંગર દ્વારા કારણ વગર બહાર ફરતા લોકો સામે લાલ આંખ કરી આવા લોકોને કાયદાનું ભાન કરાવવાના હેતુથી અનેક વાહનો ડીટેન કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઇપણ વ્યકિત ઘર બહાર ન નીકળે તે માટે દિવસે અને રાત્રે સતત કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ડીટેન કરાયેલા વાહનો મીઠાપુર પોલીસ સ્ટેશનમાં રાખી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાકભાજી અને ફળોની લારી દ્વારા ધંધાર્થીઓને પણ અલગ અલગ ઉભવા અને તાત્કાલિક ગ્રાહકોને વસ્તુઓ આપી કોઇને પણ ભેગા ના થવા દેવાની સૂચનાઓ આપી દીધી હતી. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:43 am IST)