Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગઢળાના અઢી વર્ષના બાળકનો અડધી રાતે નાકમાં ફસાયેલ ચણાનો દાણો કાઢી આપ્યો

બોટાદ પોલીસ દેવદૂત બનીઃ વિંછીયા પંથકના પરિવારે હાશકારો અનુભવ્યો

ભાવનગર, તા.૩૦: બોટાદ એસ.ઓ.જી. પી.આઈ.એચ.આર.ગોસ્વામી તથા એસ.ઓ.જી. સ્ટાફનાં ભગીરથભાઈ જોરૂભાઈ, ભાર્ગવભાઈ કાળીદાસભાઈ તથા ડ્રાઈવર રાદ્યવભાઈ કરશનભાઈ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતાં જે દરમ્યાન ફરતાં ફરતાં રાત્રિના એક વાગ્યે બોટાદ પાળીયાદ રોડ, ગોકુલ મેડીકલ પાસે એક સ્વીફ્ટ ડીઝાયર કાર ઊભેલી હતી જેને પુછપરછ કરતાં તેમાં બેઠેલ યાત્રિકો એ પોતાની આપવિતી જણાવેલ કે, તેઓ જેને સારવાર માટે લઈ આવેલ છે એ અઢી વર્ષના નાના બાળક નંદ રણજીતભાઈ ગભરૂભાઈ ડેર, રહે. ગઢાળા, તા. વિંછીયા, ને સાંજનાં સમયે રમતાં રમતાં ચણાનો દાણો નાકમાં ફસાઈ ગયેલ છે અને સાંજનો રડે છે પહેલાં આંબરડી, સારવાર માટે લઈ ગયેલ જયાંથી જસદણ લઈ જવાં જણાવતાં જસદણ લઈ ગયેલ ત્યાં પણ નાકમાંથી ચણાનો દાણો નહીંઙ્ગ નીકળતાં તાત્કાલિક બોટાદ લઈ જવાનું જણાવેલ મોડી રાત્રે બોટાદ લઈ આવેલ પરંતુ અજાણ્યો વિસ્તાર હોવાથી શું કરવું અને કયાં જવું એ મુંઝવણમાં હતાં.

નાના બાળક નંદની તકલીફની ગંભીરતા સમજીને પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત એસ.ઓ.જી. સ્ટાફે તેઓને સાથે લઈ નજીકમાં જ રહેતાં કાન, નાક,ગળાનાં ડોકટર ડી.એમ. પાલડીયાના રહેઠાણ પર જઈ તેમને જગાડી સમગ્ર વાત કરતાં તેઓએ તાત્કાલીક ચેક કરી સીફતપૂર્વક નાકમાં ફસાઈ ગયેલ ચણાનો દાણો બહાર કાઢી લેતાં તુરંત નાનો બાળક કિલકિલાટ કરવાં લાગ્યો હતો. આંમ ડોકટરશ્રી એ પણ અડધી રાતે સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું. સારવાર થઈ જતાં બાળકને લઈને આવેલ તેનાં પરિવારજનોએ બોટાદ જિલ્લા પોલીસનો ભાવવિભોર થઈને આભાર માનેલ હતો અને પોલીસની આવી સારી કામગીરીની પ્રશંસા કરેલ હતી.

બોટાદ જિલ્લા પોલીસ આવા કોઈ પણ સંજોગોમાં વિના સંકોચ અને નિર્ભય થઇને નાગરિકોને પોલીસની મદદ લેવાં અપીલ કરે છે.

(11:40 am IST)