Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ધોરાજી : પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી ચાંપતી નજર

 ધોરાજી : લોકડાઉનમાં ધોરાજી પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ડીવાયએસપી રાવલ તથા પીઆઇ વિજય જોષી, પીએસઆઇ એન.આર. કદાવાલા અને સ્ટાફ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનની અમલવારી કરાવેલ અને જુદા જુદા વિસ્તારોમાં ચાલીને ડ્રોન કેમેરાની મદદેબહાર નિકળતા લોકોને સમજાવેલ અને તેના વિરૂદ્ધ જુદા જુદા ગુનાઓ નોધેલ હતાં જેમાં ૧૮૮ જાહેરનામાના ભંગ બદલ ૬ કેસ નોધેલ તેમજ ૪૪ વાહનો ડીટેન કરેલ હતાં અને એક વ્યકિત કેફીપીણુ પી વાહન ચલાવાતો ગુનો નોંધેલ હતો. આ તકે ડીવાયએસપી મર્હષી રાવલ, પીઆઇ વિજય જોષી સહિતનાએ લોકડાઉનમાં લોકોને પોતાના ઘરમાં રહેવા અને શાંન્તી જાળવવા અપીલ કરેલ હતી. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:36 am IST)