Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ભાવનગરમાં સ્કૂટર લઈને કામ વગર આંટા મારનાર ડ્રોન કેમેરામાં કેપ્ચર

ભાવનગરઃ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર શહેરમાં નજર રાખવામાં આવી રહી છે અને બીનજરૂરી રીતે બહાર ફરતા લોકો વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરી રહી છે. ભાવનગર એસ.ઓ.જી.,એલ.સી.બી તથા ગંગાજળિયા પોલીસ ડ્રોન કેમેરા દ્વારા શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરતા હતા તે દરમ્યાન મહમદરજા શબીરઅલી દેસાઈ રે.સજેદીયા પાર્ક,શિશુવિહાર, પોતાનું એકિટવા લઈને કોઈ કામ વગર આંટા મારતો મળી આવતા તેની વિરુદ્ઘ આઈ.પી.સી.કલમ ૨૬૯,૨૭૦,૧૮૮ મુજબ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:34 am IST)