Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હળવદ તાલુકામાં ફરજીયાત ઘરબંધીઃ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઘરેબેઠા ફોનથી મલી જશે તેવુ આયોજન : સ્વંયસેવકો ઘરે પહોંચાડશે

હળવદ,તા.૩૦: હાલમાં ભારતની અંદર કોરોનાની વધતી અસરને ધ્યાનમાં રાખીને લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં પણ ઘણા લોકો કરીયાણાની વસ્તુ લેવાના બહાને પોતાના ઘરની બહાર નીકળતા હોય છે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેઙ્ગ હળવદ તાલુકાની અંદર સો ટકા લોકોની ઘરબંધીની અમલવારી કરવા માટે થઈને લોકોના ઘર સુધી કરિયાણાની વસ્તુ પહોંચી જાય તેવી વ્યવસ્થા સ્થાનિક તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.

લોકડાઉન દરમિયાન દેશની અંદર લોકો ખોટી રીતે હેરાન ન થાય તે માટે થઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ,મેડિકલ સ્ટોર તેમજ દૂધની દુકાનોને ખુલ્લી રાખવા માટે થઈને છુટ આપવામાં આવી છે જો કે આ સુવિધાનો લાભ લેવાના બદલે ઘણા લોકો દ્વારા ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે અને પોતાના ઘરની બહાર નીકળવાના બહાનાઓ શોધવામાં આવતા હોય એવું ઘણી જગ્યાએ જોવા મળે છે. આવી જ રીતેઙ્ગ ઙ્ગહળવદ તાલુકામાં પણ કરિયાણાની વસ્તુ લેવાના બહાને ઘણા લોકો દિવસ દરમ્યાન ઘરની બહાર નીકળતા હોવાનું સ્થાનિક અધિકારીઓને ધ્યાન પર આવ્યું હતું. જેથી કરીને આવા લોકોને પણ ઘરમાં બેસાડવા માટે થઈને પ્લાનીંગ કરી દેવામાં આવ્યું છે અને હળવદ તાલુકાની અંદર કોઈપણ વ્યકિતને કરિયાણાની વસ્તુ જોતી હોય તો નક્કી કરેલા ફોન નંબર ઉપર ફોન કરતાની સાથે કરીયાણા ની વસ્તુ ઘરે પહોંચી જાય તેની વ્યવસ્થા સ્થાનિક તંત્રએ ગોઠવી છે અને આ માટે થઈને હવે માત્ર હળવદની અંદર ૨૫ જણાં ફરતા જોવા મળશે બાકીના તમામ લોકોને પોતાના ઘરની અંદર ફરજિયાત રહેવું પડશે તેવુ મામલતદારે વી, કે,સોલંકી જણાવ્યુ હતુ, હાલ માં હળવદ પોલીસ પણ પોતાનુત્રીજુ નેત્ર ખોલ્યુ છે, હળવદ પી આઈ સંદીપ ખાભંલાએ તમામ સ્ટાફને કડક કાર્યવાહી કરવા માટે કડક સૂચના આપી છે.

(11:32 am IST)