Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મોટામિયાં માંગરોલની ગાદી દ્વારા માનવ સેવા

વઢવાણઃ પાલેજ ખાતેથી ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિચર્ચ ફાઉન્ડેશન દ્વારા મોટામિયાં માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર અનુગામી ડો. મતાઉદ્દીન  ચિશ્તીના માર્ગદર્શન હેઠળ સમાજ સેવાનું ઉમદા કાર્ય આરંભાયું છે.ભરૂચ, વડોદરા, સુરત, જિલ્લાના વિવિધ વિસ્તારો સહિત નેશનલ હાઈવે પર થી પસાર થતા વટેમાર્ગુઓ સુધી ફૂડ પેકેટ સહિત જરુરી સહાય સ્વયં સેવકો દ્વારા પહોંચાડવામાં આવી રહી છે, આ ઉપરાંત જરૂરી મદદ માટે સંપર્ક કરવા સ્વયંસેવકો દ્વારા જણાવવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિને હળવી રીતે ન લેતા ગંભીરતા જાળવી તકેદારીના તમામ પગલા લઇ ઘરની બહાર ન નિકળવા જણાવી સમગ્ર વહિવટી તંત્ર, તબિબો સહિત સેવાભાવી સજ્જનોની સેવાને બિરદાવી હતી.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(11:30 am IST)