Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

શાકભાજીની માર્કેટમાં સલામત અંતરના વર્તુળ

 મોરબીઃ શહેરમાં નગર દરવાજા અને તેની આજુબાજુ ભરાતી પરંપરાગત શાકભાજી બજાર વહેલી સવારે ત્રણ વાગ્યાથી સવારે ૯ સુધી ગીચતા અને ભીડથી ભરેલી રહેતી હોય છે. હાલ કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન દરમિયાન સોશિયલ ડીસ્ટન્સનું પાલન થતું ન હોય બીજી તરફ શાકભાજી જીવનજરૂરી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતી હોય જેથી પોલીસ અને નગરપાલિકા બંને સાથે મળી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તમામ પાથરણાવાળા શાકભાજી વેચનારા લગભગ ૧૬૦ જેટલા લોકોને ખસેડી અનેઙ્ગ એકબીજા પાથરણાવાળા વચ્ચે અને શાકભાજી ખરીદનારા વચ્ચે યોગ્ય અંતર જળવાય રહે તે રીતે સલામત અંતરના વર્તુળોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવી તેમજ માઇક દ્વારા કોરોના વાયરસ આ અંગે સતત સૂચનો કરવામાં આવે છે.

(11:29 am IST)