Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગોંડલમાં ૭૩ ઓબ્ઝર્વેશન હેઠળ : પરિવારો હોમ કવોરેન્ટાઇન

પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ : સેવાભાવીઓ દ્વારા ભુખ્યાને ભોજનનું પ્રેરણાદાયી કાર્ય

ગોંડલ : મહામારી કોરોનાને લઇને ગોંડલના કોલેજ ચોકમાં ડે.કલેકટર શ્રી આલ, મામલતદાર શ્રી ચુડાસમા, મામલતદાર શ્રી જાડેજા, મનીષભાઇ સર્કલ ઓફિસર અને સીટી પીઆઇ શ્રી રામાનુજ અને પોલીસ ટીમ ડ્રોન સાથે બંદોબસ્ત કરતા નજરે પડે છે. (ડ્રોન તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)(૨૧.૧૧)

 ગોંડલ તા. ૩૦ : કોરોના વાયરસનાં ફફડાટ વચ્ચે ગોંડલ શહેરમાં ૭૩ વ્યકિતઓ કોરોના ઓબ્ઝર્વેશનમાં લઇ તમામનાં પરીવારોને હોમ કવોરન્ટાઇન કરાયાં છે.

આ અંગે માહીતી આપતાં ડેપ્યુટી કલેકટર રાજેશ આલ દ્વારા જણાવાયું કે વિદેશથી આવેલ કોઈ પણ વ્યકિતના સંપર્કથી ૭૩ વ્યકિતઓ અસરગ્રસ્તઙ્ગ જણાતા તમામના પરીવારોને ઓબ્ઝર્વેશનમાં લઇ તબીબી ચેકઅપ કરાયું છે. તથા ઘરની બહાર ન નીકળવાં સુચના અપાઇ છે.

ડેપ્યુટી કલેકટર રાજેશ આલ દ્વારા વધુમાં જણાવ્યું કે શહેરીજનોને અપીલ છે કે ઘરની બહારનાં નિકળે અને લોકડાઉનને પુર્ણ સહકાર આપે જેથી વાયરસથી બચી શકાય.

વૈશ્વિક મહામારી રોગઙ્ગ કોરોના ને લીધે ૨૧ દિવસ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે .

ત્યારે ગોંડલમાં સેવાભાવી સંસ્થા ઓ અને સેવા ભાવી લોકો દ્વારા કોઇ ભુખ્યું ન રહે તેવા આશ્રયથી સેવાકીય પ્રવૃતિ ધમધમી ઉઠી છે ત્યારે ગોંડલ રોયલપાર્ક-૧માં રહેતા અને ટ્રાન્સપોર્ટ કમીશનનો ધંધો કરતા રજનીભાઈ પંડ્યા, તેમના ધર્મ પત્ની રંજનબેન, પુત્ર ચેતનભાઈએ ભોજન બનાવી સરકારશ્રીનાં નિયમમાં રહી ને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે.

સુખનાથ નગરનાં રહેવાસી ઉષાબેન જેઠવા, પ્રફુલાબેન વામજા,સરોજબા સરવૈયા, રીટાબેન ચાવડા, અનુબેન જેઠવા, જોસનાબેન મંડલી, સહિત સુખનાથ નગર મહિલા મંડળની મહિલા એ ભોજન બનાવી આપવાનું બીડું ઝડપી બે ટાઈમ ભોજન બનાવી શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં જઇ આશરે ૧૫૦, ૨૦૦, રજનીભાઈ પંડ્યા તેમની ટીમ સાથે લોકોને જમાડવાનું કાર્ય કરી રહ્યા છે.

ત્યારે તેમની સાથે 'ફુલ નહીં તો ફૂલની પાંખડી' રૂપે કોઇ પણ મદદ માટે અરૂણભાઈ પાટીલ, પ્રદીપભાઈ પાટીલ, જયેશભાઈ જેઠવા, આશિષભાઈ વ્યાસ, અજયસિંહ ગોહીલ સહીતનાં ભાઈઓ અને બહેનો જોડાયા છે. વધુ વિગતો માટે રજનીભાઇ પંડયા મો. ૭૮૭૮૨ ૧૪૦૫૦, પ્રદિપભાઇ પાટીલ મો. ૯૪૨૭૨ ૬૦૬૦૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:25 am IST)