Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પોરબંદરમાં રેશન કાર્ડ ધારકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું સમયસર વિતરણ કરવા રામદેવભાઇ મોઢવાડીયાની રજુઆત

પોરબંદર, તા. ૩૦ : લોકડાઉનની પરિસ્થિતિમાં રાશન ધારકોને જીવનજરૂરી ચીવસ્તુઓના વ્હેલાસર વિતરણ માટે રામદેવભાઇ મોઢવાડીયાની રજુઆત કરી છે.

કોરોના લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ખાદ્ય અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે સમયસર વિતરણ કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ પુરવઠા અધિકારીશ્રી અને કલેકટરશ્રીને રૂબરૂ રજુઆત કરી હતી.

સામાન્ય રીતે આ વસ્તુઓ દર માસની પંદર તારીખ આસપાસ વિતરીત થતી હોય છે, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના ધંધા-રોજગાર બંધ છે અને ઘરની બહાર પણ નીકળી શકાતું નથી. આવી પરિસ્થિતિમાં લોકોને ખાદ્યાન્ન અને જીવનજીરૂરી ચીજવસ્તુઓની તંગી ભોગવવી ન પડે તે માટે તેનું એપ્રિલ માસની શરૂઆતથી જ વિતરણ કરવાની માંગણી તેઓએ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા હકારાત્મક અભિગમ દાખવી આ ચીજવસ્તુઓનું વિતરણ એપ્રિલ માસની પહેલી તારીખથી જ શરૂ કરી દેવામાં આવશે એવી પાતરી આપી હતી.

(10:14 am IST)