Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કોઈપણ સંજોગોમાં પેપરલીકની ઘટના રોકાવી જોઈએ. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન

કોર્ટની પ્રક્રિયામાં સહયોગ આપવા આવ્યો છું. વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના રોકાવી જોઈએ, જે તે પરીક્ષાઓ પેપર લીક થાય તે અંગે સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ: હાર્દિક પટેલ

જામનગર: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયા બાદ ભાજપ સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં છે. સરકાર હજી પણ ધીમી ગતિએ તપાસ કરી રહી છે, પરંતું કોઈ યોગ્ય ઉકેલ લાવતી નથી. આવામાં વિપક્ષો પણ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. આવામં ખુદ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પેપર લીક મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે, કોઈપણ સંજોગોમાં પેપરલીકની ઘટના રોકાવી જોઈએ. ભાજપનુ વિદ્યાર્થી સંગઠન ABVP પણ પેપરલીકનો વિરોધ કરી રહી છે.
હાર્દિક પટેલે કહ્યું, કોર્ટની પ્રક્રિયામાં સહયોગ આપવા આવ્યો છું. વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના રોકાવી જોઈએ, જે તે પરીક્ષાઓ પેપર લીક થાય તે અંગે સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પેપર લીકની ઘટના કોઈપણ સંજોગોમાં રોકવી જોઈએ. પેપર લીક રોકવા માટે કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ.
ધૂતાપર ધૂળસીયાના જાહેરનામાના ભંગના કેસ માં જામનગરની એડી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટેટ નંદાનીના કોર્ટમાં આજે ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર થયા હતા. પાટીદાર અનામત આંદોલનના કેસને લઈને કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા. જામનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજરી આપી. પાસના કેસમાં ફર્ધર સ્ટેટમેન્ટ માટે હાજરી આપીત્યારે પેપર લીક મામલે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું મહત્વનું નિવેદન આપ્યુ કે, હું માનું છું કે પેપર લીકની ઘટના કોઈ પણ સંજોગોમાં રોકાવી જોઈએ. અમારી એબીવીપીની પાંખ પણ આનો વિરોધ કરી રહી છે. આ સાથે જ ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાત એટીએસની કામગીરીને પણ બીરદાવી હતી.
જિજ્ઞેશ મેવાણીએ શુ કહ્યું...
જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગઇ કાલે ફરી વાર પેપર ફુટ્યું છે. ગુજરાતના સામાન્ય ઘરમાંથી આવતા યુવક યુવતીઓનાં નસીબ ફુટ્યા છે. ભાજપની ભરોસાની સરકારે ૨૨ મો પાડો જણ્યો છે. સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા કેટલા આરોપીઓ પકડાયા કેટલા ખટલા ચાલ્યા અને કેટલાનુ પીલ્લુ વાળી દીધું. અમારી જાણ પ્રમાણે કોઇ આવા કેસનાં કેસમાં કન્વીકેટ થયું નથી. કમલમ અને ગાંધીનગર બેઠેલા એકેય સામે કાર્યવાહી થઇ નથી. એક વર્ષમાં ડેઝીગ્નેટેડ કોર્ટમાં સ્પીડ ટ્રાયલ ચાલે અને જવાબદાર ને જેલમાં ધકેલાય છે. કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઇ થવાનું નથી. પીએમ મોદીએ ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ક્યાંય પેપર ન ફુટવાની ખાતરી આપી ન હતી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે..ગાંધીનગરના મોટા માથાઓ કોઈ દિવસ પકડાતા નથી.

(6:55 pm IST)