Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ટ્રેન મારફતે બીજી વખત 840 ટન ડુંગળી આસામ મોકલાઈ

ગોંડલ તા.૩૦

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે થી ટ્રેન મારફતે બીજી વખત ડુંગળી આસામ મોકલવામાં આવી છે.

ગોંડલ નવા યાર્ડ માંથી આસામ ગુવાહાટી ખાતે ટ્રેન મારફતે  ૨૧ ડબ્બા માં ડુંગળી મોકલવામાં આવી છે.એક ડબ્બામાં 40 ટન સાથે કુલ 840 ટન ડુંગળી મોકલવામાં આવી છે.

ટ્રેનમાં મોકલવાથી ભાડું પણ ઓછું લાગે છે તેમ વેપારીએ જણાવ્યું હતું.(તસ્વીર -અહેવાલ : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(4:17 pm IST)