Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ધુતારપર-ધુળસીયાની સભામાં પાસના કન્વીનર તરીકે હાર્દિક પટેલે મંજૂરી સિવાયનું ભાષણ કરી શરતભંગ કર્યા નો કેસ થતા જુબાની દેવા જામનગર પહોંચ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ :       પાટીદાર નેતા અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે જામનગર કોર્ટમાં પહોંચ્યા હતા. 2011 ના 4 નવેમ્બરે યોજાયેલ ધુતારપર-ધુળસીયા ગામની સભામાં પાસના કન્વીનર તરીકે હાર્દિક પટેલે સભાની મંજૂરી સિવાયનું ભાષણ કરી શરતભંગ કર્યા નો કેસ ચાલતો હતો.             આ કેસમાં હાર્દિક પટેલ જુબાની દેવા જામનગર પહોંચ્યા હતા. જામનગર સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલે જુવાની આપી હતી ત્યારે તેમના તરફે વકીલ દિનેશ વિરાણીએ દલીલો કરી જરૂરી પ્રક્રિયા કરી હતી. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(3:19 pm IST)